Home » photogallery » dang » ડાંગના વઘઇમાં ત્રણ ઇંચ વરસાદ, વઘઇ- સાપુતારા માર્ગ પર ભેખડો ધસી

ડાંગના વઘઇમાં ત્રણ ઇંચ વરસાદ, વઘઇ- સાપુતારા માર્ગ પર ભેખડો ધસી

સોમવારે 12 કલાકમાં 11 ઇંચ અને મંગળવારે 3 ઇંચ વરસાદ સાથે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા જેને લઈને ભારે તારાજી સર્જાઈ છે.

  • 17

    ડાંગના વઘઇમાં ત્રણ ઇંચ વરસાદ, વઘઇ- સાપુતારા માર્ગ પર ભેખડો ધસી

    ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે જેમાં ખાસ કરીને ડાંગ જિલ્લામાં વધારે વરસાદ પડ્યો છે. આંકડા જોઇએ તો સવારથી છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ડાંગ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વઘઇમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે અને આહવામાં આશરે 2 ઇંચ વરસાદ પડ્યો છે. સુબરીમાં 18 એમએમ વરસાદ નોંધાયો છે. (કેતન પટેલ, સુરત)

    MORE
    GALLERIES

  • 27

    ડાંગના વઘઇમાં ત્રણ ઇંચ વરસાદ, વઘઇ- સાપુતારા માર્ગ પર ભેખડો ધસી

    ડાંગ જિલ્લામાં સતત 12 દિવસથી વરસતા વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની હતી, સાથે સોમવારે 12 કલાકમાં 11 ઇંચ અને મંગળવારે 3 ઇંચ વરસાદ સાથે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા જેને લઈને ભારે તારાજી સર્જાઈ છે.

    MORE
    GALLERIES

  • 37

    ડાંગના વઘઇમાં ત્રણ ઇંચ વરસાદ, વઘઇ- સાપુતારા માર્ગ પર ભેખડો ધસી

    તમામ રાહદારીઓ અને ખાસ કરીને સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓની સલામતી માટે પગલાં લેવા કલકેટરે જેતે વિભાગને સૂચના આપી છે.

    MORE
    GALLERIES

  • 47

    ડાંગના વઘઇમાં ત્રણ ઇંચ વરસાદ, વઘઇ- સાપુતારા માર્ગ પર ભેખડો ધસી

    ડાંગ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર બીજા દિવસે પણ ભેખળ ધસવાના બનાવ બની રહ્યા છે. જેના પગલે વઘઇ સાપુતારા અને વઘઇ આહવા માર્ગ ઉપર વાહન વ્યવહારને અસર પડી છે.

    MORE
    GALLERIES

  • 57

    ડાંગના વઘઇમાં ત્રણ ઇંચ વરસાદ, વઘઇ- સાપુતારા માર્ગ પર ભેખડો ધસી

    સતત બીજા દિવસે ભેખળ પડવાની ઘટનાથી માર્ગમકાન વિભાગ કામે લાગ્યું છે. ભેખડ ધસવાના કારણે વાહનચાલકોમાં ભય છે.

    MORE
    GALLERIES

  • 67

    ડાંગના વઘઇમાં ત્રણ ઇંચ વરસાદ, વઘઇ- સાપુતારા માર્ગ પર ભેખડો ધસી

    ભારે વરસાદના કારણે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા જેને એનડીઆરએફની ટીમે બચાવીને સલામત સ્થળે ખસેડ્યા હતા.

    MORE
    GALLERIES

  • 77

    ડાંગના વઘઇમાં ત્રણ ઇંચ વરસાદ, વઘઇ- સાપુતારા માર્ગ પર ભેખડો ધસી

    ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરાસદી આંકડાની વાત કરીએ તો વાંસદામાં 41 MM, ચિખલીમાં 33 MM, ડોલવાનમાં 29 MM, ગણદેવીમાં 20 MM, નવસારીમાં 19 MM, જાલલપોરમાં 17 MM, વ્યારા અને ધરમપુરમાં 17 MM, ખેરગામમાં 14 MM, મહુવામાં 7 MM વરસાદ નોંધાયો હતો.

    MORE
    GALLERIES