મોરારિ બાપુ પહોંચ્યા કમાઠીપુરા, આપ્યું સેક્સ વર્કર્સોને રામકથામાં આવવાનું આમંત્રણ
મોરારિ બાપુ ફરતા-ફરતા મુંબઈના પ્રખ્યાત રેડ લાઈટ એરીયા કમાઠીપુરામાં પહોંચ્યા. મોરારિ બાપુએ ત્યાં રહેતી કેટલીએ સેક્સ વર્ક્સને મળ્યા અને વાતચીત કરી. સાથે તે સેક્સ વર્કર્સના ઘરે પણ ગયા.


મોરારિ બાપુ દેશના પ્રસિદ્ધ કથા-વાચકોમાંથી એક છે. અવાર-નવાર દેશ-વિદેશમાં તે કથાઓ કરતા હોય છે. આજ રીતે એક દિવસ તે કથા કરવા મુંબઈ પહોંચ્યા હતા. કથા કહ્યા બાદ મોરારિ બાપુ ફરતા-ફરતા મુંબઈના પ્રખ્યાત રેડ લાઈટ એરીયા કમાઠીપુરામાં પહોંચ્યા. તેમને આ વિસ્તારમાં જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા, પરંતુ કમાઠીપુરા પહોંચેલા મોરારિ બાપુએ ત્યાં રહેતી કેટલીએ સેક્સ વર્ક્સને મળ્યા અને વાતચીત કરી. સાથે તે સેક્સ વર્કર્સના ઘરે પણ ગયા.


મોરારી બાપુએ સેક્સ વર્કર્સને રામનગરી અયોધ્યામાં યોજાનાર રામકથામાં આવવાનું આમંત્રણ પણ આપ્યું. આ રામકથામાં મોરારી બાપુ માનસ-ગનિકાનો પાઠ કરશે. તમને જણાવી દઈએ કે, માનસ ગાનિકા તુલસીદાસ દ્વારા રચિત છે. આમાં તુલસીદાસ અને એક વેશ્યાની વાતચીતની વાત કરવામાં આવી છે.


રામનગરી અયોધ્યામાં યોજાનાર રામકથાનું આયોજન 22 ડિસેમ્બર 2018 થી 30 ડિસેમ્બર 2018 સુધી કરવામાં આવશે.


મોરારિ બાપુએ રામકથાનું આયોજન કરાવનારા પોતાના તમામ ભક્તોને કથામાં આવનારી તમામ સેક્સ-વર્કર્સ માટે રહેવા અને ખાવા-પીવાની તમામ વ્યવસ્થા ફ્રી કરાવવાનું કહ્યું છે.


મોરારિ બાપુએ સેક્સ વર્કર્સને માનસ ગાનિકા વિશે જાણકારી આપતા કહ્યું કે, આ પ્રસંગમાં વાસંતી નામની એક વેશ્યાએ તુલસીદાસજીને પોતાના ઘરમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમને વિનંતી કરી હતી કે, તેઓ ભગવાન રામ વિશે તેને જાણકારી આપે. તુલસીદાસજીને પોતાની વ્યથા બતાવતા વાસંતી બોલી કે, સમાજે હંમેશા મારો તિરસ્કાર કર્યો છે, અને મને નીચી નજરોથી જોઈ. જોકે, મારૂ એવું માનવું છે કે, ભગવાન માટે બધા જ લોકો એકસમાન છે. તુલસીદાસજીએ વાસંતીની આ વિનંતી સ્વિકાર કરી અને તેમના ઘરે જઈ રામ-કથાનો પાઠ કર્યો.