

Holi 2019, Holika Dahan: હોળીનો તહેવાર બસ આવવાનો જ છે. 20 માર્ચ, બુધવારની રાત્રે હોલિકા દહન કરાશે. તેમાં લોકો પોતાની મનોકામના પૂરી કરવા માટે વિનંતી કરે છે. આ રાત્રે પૂજા-વિધિનું ઘણું મહત્વ છે. હોલિકા દહન બાદ ઘણાં લોકો તેની રાખ પોતાના ઘરે લઈ જાય છે. આ રાખથી ઘણાં દોષોનું નિવારણ કરવા ઉપયોગી છે. રાખ ઘરમાં રાખીને નેગેટિવિટી દૂર કરી શકાય છે. અને ભાગ્યને ચમકાવી શકાય છે.


પહેલો ઉપાય : હોલિકા દહનના બીજા દિવસે તેની રાખ ઘરમાં લાવીને તેમાં થોડી રાઈ અને આખું મીઠું મિક્સ કરી એક વાસણમાં રાખો. આ વાસણ ઘરમાં કોઈ સુરક્ષિત જગ્યાએ રાખો. તેનાથી નજર દોષ અને ખરાબ સમયથી મુક્તિ મળશે. પૈસાની તંગી દૂર થશે.


બીજો ઉપાય: હોળીની રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તે બાદ રોજ 40 દિવસ સુધી રોજ એક વખત હનુમાન ચાલીસાનો પાછ કરો. આ ઉપાયથી હનુમાનજી ભક્તની દરેક તકલીફો દૂર કરી શકે છે.


ત્રીજો ઉપાય: કુંડળીના 9 ગ્રહોના દોષ દૂર કરવા માટે હોળીના રાખ શિવલિંગ પર ચડાવવી જોઈએ. ઈચ્છો તો સાફ જળમાં આ રાખ મિક્સ કરી પણ ચડાવી શકો છો.


પાંચમો ઉપાય: બધી બાધાઓથી મુક્તિ માટે હોળીથી શરૂ કરી હનુમાનજીને 5 લાલ ફૂલ રોજ ચઢાવો. તેનાથી બધી તકલીફો દૂર થઈ જશે.