1/ 4


હાલ લોકસભાની ચૂંટણીને પગલે રાજકારણમાં ગરમાવો છે. આજે ઉમેદવારોનાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે મોટાભાગે બધા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. જૂનાગઢમાં આજે બુટલેગરે ફોર્મ ભર્યું છે. જેના કારણે લોકોમાં અચરજ ફેલાયું છે.
2/ 4


જૂનાગઢનાં લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાએ જુનાગઢ 12 લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું છે. આ બુટલેગરે પોલીસ બંદોબસ્ત સાથે કલેક્ટર ઓફિસમાં ભર્યું હતું. હાલ આ ધિરેન કારીયા વિદેશી દારૂનાં કેસમાં જેલમાં છે. જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર જેલમાંથી કોઇ બુટલેગરે લોકસભામાંથી ઉમેદવારી કરી હોય તેવી ઘટના બની છે.
3/ 4


તેણે અરજીમાં એક પીએસઆઈ અને સ્ટાફની માંગણી પોતાનાં ખર્ચે કરી છે. આજે તે પોલીસ જાપ્તા સાથે પોતાનું ફોર્મ ભર્યું છે.