હાલમાં એક ચોકાવનારી ઘટનામાં 50 વર્ષિય મહિલાએ બેવફાઇની શંકામાં તેનાં પતિની હત્યા કરી નાંખી છે. આરોપી વસુંધરાએ તેનાં 53 વર્ષિય પતિ રવિચંદરની ચપ્પુ મારીને ક્રુરતાપુર્વક હત્યા કરી નાંખી છે. એટલું જ નહીં આ બાદ તે રવિચંદરકનું કાપેલું માથુ લઇ સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આત્મસમર્પણ કરી લીધુ હતું.
ગુરુવારનાં તિરુપતિનાં રેનીગુંટામાં આ ઘટનાની સૂચના મળી અને આ ઘટનાથી શહેરમાં સનસની મચી ગઇ. વસુંધરાનાં લ્ગન બિઝનેસમેન રવિચંદર સાથે 25 વર્ષ પહેલાં થયા હતાં તેમને એક 20 વર્ષનો દીકરો છે. લગ્ન બાદથી તેરેનીગુંટાનાં બુગ્ગા સ્ટ્રીટમાં રહેતા હતાં. તેમનું વૈવાહિક લગ્ન જીવન અત્યાર સુધી સારુ ચાલતું હતું. પણ અચાનક તે બંને વચ્ચે ઝઘડા શરૂ થઇ ગયા. ગુરવારનાં મોડી રાત્રે ઘરે આવેલાં રવિચંદ્રન અને વસુંધરાની વચ્ચે ખુબજ બોલાબોલી થઇ હતી.