રિટાયરમેંટ થવાની તૈયારી પર પહોંચેલા ફરીદાબાદના રહેવાસી એક વ્યક્તિની આ કહાની છે. કહાની ત્યારે શરૂ થઈ, જ્યારે તેમણે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરાવાનું વિચાર્યું અને પછી આસપાસના ડીલરોનો સંપર્ક સાધ્યો. આ દરમ્યાન તેમનો સંપર્ક એક આધેડ ઉંમરની મહિલા સાથે થયો. આ મહિલાએ તેમને ફોન પર સારી અને સસ્તી પ્રોપર્ટી દેખાડવાનું આશ્વાસન આપ્યું.
એક દિવસ જમીન બતાવવાના બહાને તેમના વચ્ચે મુલાકાત થઈ. આ સમયે મહિલાની સાથે અન્ય બે સાથી પણ હતા. ડીલ વિશે વાતચીત દરમ્યાન બંને વચ્ચે હસી-મજાક પણ થઈ અને મહિલાએ આ વ્યક્તિ સાથે ફ્લર્ટ કરવાની પણ કોસિસ કરી. આ પછી બંને વચ્ચે વાચતીત અને મળવાનો સીલસીલો શરૂ થઈ ગયો. એક દિવસ આ મહિલાએ તેને રિસોર્ટમાં સમય વિતાવવાનો પ્રસ્તાવ રાખ્યો અને કહ્યું કે ત્યાં જ ડીલની વાત ફાઈનલ કરીશું.
એક દિવસ મહિલાએ આ વ્યક્તિને ફોન કરીને 5 લાખ રૂપિયા માંગ્યા. પીડિત વ્યક્તિએ પુછ્યું કેમ, તો મહિલાએ કહ્યું કે ઈજ્જત બચાવવી હોય તો આપવા પડશે, નહીં તો તેના પર રેપનો આરોપ લગાવવામાં આવશે. રિસોર્ટમાં તેમના નામે બુકિંગ અને ફોન કોલ્સને તેના વિરુદ્ધ સબૂત બનાવીને પરિવાર સુધી વાત પહોંચાડાશે. હવે આ વ્યક્તિ હનીટ્રેપમાં ફસાઈ ગયો હતો. જેમ તેમ કરીને તેણે 50 હજાર રૂપિયાની વ્યવસ્થા કરી અને મહિલાને આપવા પહોંચ્યો, પરંતુ ઉલટાની તેના પર તે ભડકી ઉઠી.
હવે આ વ્યક્તિ સમજી ગયો હતો કે, આ બ્લેકમેલિંક અહીં ખતમ થવાની નથી. તેણે પોલીસની મદદ લેવાનું વિચારી લીધુ. પોલીસે તપાસ કરી મહિલા અને તેના બે સાથીઓની ધરપકડ કરી, અને ખુલાસો થયો કે, આ રીતે હની ટ્રેપથી ફસાવીને આ મહિલા અન્ય કેટલાએ લોકોનો શિકાર કરી ચુકી છે, અને સસ્તી પ્રોપર્ટીની લાલચ આપી બ્લેકમેલિંગ દ્વારા ફ્રોડ કરે છે.