

કેટલીક વખત બીજા શહેરમાં અભ્યાસ અથવા જોબના કારણે રૂમ કે ભાડાનું મકાન લેવા પર છોકરીઓ પણ મજબૂર હોય છે. પરંતુ ક્યારેક આ મજબૂરી મોટી સમસ્યાનું રૂપ પણ લઈ શકે છે. લોજ કે પીજીમાં કેમેરાને લઈ રહેતી છોકરીઓ માટે પ્રાઈવેટ સુરક્ષા એક મોટો પ્રશ્ન બની જાય છે.


ચેન્નાઈના અદમ્બક્કમ વિસ્તારમાં એક પીજીમાં આવો જ મામલો સામે આવ્યો છે. પીજીના માલિક સંપત રાજે પાસેથી કેટલીક યુવતીઓએ એક વેબસાઈટ ફ્લેટ એન્ડ ફ્લેટમેન્ટ દ્વારા શેરિંગ પર એક રૂમ ભાડે લીધો હતો.


યુવતીઓને એ વાતનો બિલકુલ અંદાજ ન હતો કે, સંપતે રૂમમાં કેટલાક ગુપ્ત કેમેરા લગાવીને રાખ્યા છે. આ કેમેરા દ્વારા તે યુવતીઓની અશ્લિલ ક્લીપો તૈયાર કરતો હતો.


આ વાતની ખબર યુવતીઓને ત્યારે પડી જ્યારે એક યુવતીએ બાથરૂમના સોકેટમાં હેયર ડ્રાયર લગાવતા સમયે કેમેરા નોટિસ કર્યો. ત્યારબાદ યુવતીઓએ આ વાતની જાણકારી પોલીસને આપી.


હાલમાં પોલીસે IT એક્ટ હેઠળ 48 વર્ષીય સંપતની ધરપકડ કરી લીધી છે. આ સાથે પોલીસે ગર્લ્સ પીજીમાંથી કેટલાએ કેમેરા, લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા.


સંપત સમય-સમય પર રૂમમાં સુધારા-વ્યવસ્થાના બહાને કેમેરાની પોઝીશન બદલતો રહેતો હતો, જેથી તેના પર કોઈને શંકા ન થાય.