મોરબીઃ ફ્રેન્ડશીપ ડેના દિવસે જ (friendship day) મોરબી જિલ્લાના (Morbi news) ટંકારા નજીક એક કરુણ ઘટના બની હતી. અહીં ભીમનાથ મહાદેવ મંદિર (Bhimnath mahadev temple) પાસે નદીમાં ડૂબી જવાથી ત્રણ મિત્રોના મોત (three friend drowing) થયા હતા. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. જ્યારે પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે ત્રણે મિત્રો નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.