રાજકોટઃ રાજકોટ (Rajkot news) સહિત સમગ્ર રાજ્યભરમા હાલ સ્થાનિક પોલીસથી માંડી ક્રાઈમ બ્રાંચ (crime branch), એસોજી (SOG) તેમજ એટીએસ (ATS) સહિતની એજન્સી દ્વારા હાલ ડ્રગ્સના કાળા કારોબારને (Drugs racket) નાથવા બાબતે કામગીરી કરવામા આવી રહી છે. ત્યારે રાજકોટ સ્પેશીયલ ઓપરેશન (Rajkot city SOG) ગ્રુપ દ્વારા નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા વ્યક્તિને ઝડપી પાડવામા આવ્યો છે. જ્યારે કે બિ ડિવીઝન દ્વારા વર્ષોથી નશાના કાળા કારોબાર સાથે જોડાયેલી સુધા ધામેલીયા નામની ગુનાહિત પ્રવૃતિ સાથે જોડાયેલ મહિલાને પાસા હેઠળ કાર્યવાહી કર્યા બાદ વડોદરા જેલમા મોકલવામા આવી છે.
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ રોહિત રાવલે જણાવ્યુ હતુ કે, પીએસઆઈ અસલમ અંસારી અને તેની ટીમના માણસોને બાતમી મળી હતી કે, કોઠારીયા સોલવન્ટ નજીક શિવમ સોસાયટીમા રહેતો ભાવેશ ઉર્ફે ચકો હીરાભાઈ સુરેલા નામના શખ્સે 8 કિલોની માત્રામા ગાંજાનો જથ્થો બોલેરોમા છુપાવીને રાખેલ છે.
જે બાબતની હકીકત મળતા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા કોઠારીયા સોલવન્ટ નજીક ભાવેશ ઉર્ફ ચકાને બોલેરો સાથે અટકાવી તલાશી લેતાં તેની પાસેના થેલામાંથી આઠ કિલો ગાંજો મળી આવ્યો હતો. જે બાબતે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ અંતર્ગત ગુનો દાખલ કરી ગાંજા તેમજ વાહન સાથે કુલ 4.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામા આવયો છે.