રાજકોટઃદારૂની મહેફિલ સાથે 11 શકુનિ ફાર્મ હાઉસમાં રમતા હતા જુગાર, રૂ.6લાખ રોકડા મળ્યા
રાજકોટઃ રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા તરઘડીયા ગામમાં ભુપત ભરવાડના ફાર્મ હાઉસમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે ગઇકાલે સાંજના સમયે પોલીસે રેડ પાડી હતી. જે દરમ્યાન સ્થળ પર અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. દરોડા દરમ્યાન બનાવ સ્થળેથી પોલીસે 11 પત્તાપ્રેમીઓની ધરપકડ કરી હતી.
રાજકોટઃ રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા તરઘડીયા ગામમાં ભુપત ભરવાડના ફાર્મ હાઉસમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે ગઇકાલે સાંજના સમયે પોલીસે રેડ પાડી હતી.
2/ 5
જે દરમ્યાન સ્થળ પર અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. દરોડા દરમ્યાન બનાવ સ્થળેથી પોલીસે 11 પત્તાપ્રેમીઓની ધરપકડ કરી હતી.
3/ 5
તેમની પાસેથી કુલ 6 લાખ રોકડ રકમ , બી એમ ડબલ્યુ અને હોન્ડા એકોર્ડ જેવી 4 લક્ઝરીયસ કાર મળી કુલ 81 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલ આરોપીઓ પૈકી કેટલાક આરોપીઓ નશાની હાલતમાં જોવા મળ્યા હતા
4/ 5
અને તેમની પાસેથી એક કિંમતી દારૂની બોટલ પણ મળી આવી હતી. બનાવ સ્થળેથી મળી આવેલ મુદામાલમાં ટેબલ ખુરસી સહિનું ફર્નિચર જોતા અહીં મોટું જુગારધામ ચાલતું હોય તેવું લાગી રહ્યું હતું.
5/ 5
જોકે પોલીસે હાલ તો આ જુગારધામ પર રેડ પાડી 11 સક્સોની ધરપકડ કરી છે અને ફાર્મ હાઉસના માલિકની શોધખોળ હાથ ધરી છે.