નવી દિલ્હી: આજે જ્યાં દેશનું બજટ સંસંદમાં વંચાઇ રહ્યું છે ત્યાં કેટલાંક એવાં છે જેમનું પોતાનું બજેટ (Budget 2022) સદાબહાર હોય છે. આજકાલ દિલ્હી અને નોઇડામાં આવાં જ સદાબહાર લોકોને ત્યાં આવકવેરા વિભાગ વાળા મેજબાની કરે છે. નોઇડામાં યૂપી કેડરનાં પૂર્વ IPS ઓફિસર આરએન સિંહનાં ઘરે છેલ્લાં ત્રણ દિવસથી આવકવેરા ખાતાનું સર્ચ ઓપરેશન ચાલુ છે.
સર્ચ ઓપરેશન દરમિયાન પૂર્વ આઇપીએસ આરએન સિંહનું કહેવું છે કે, 'હાલમાં હું મારા ગામડે તો. મને સૂચના મળી કે ઘરે ઇનકમ ટેક્સની ટીમ તપાસ કરી રહી છે તો હું તુરંત આવી ગયો. હું એક આઇપીએસ ઓફિસર રહ્યો છું મારો દીકરો અહીં રહે છે. અહીં આવીને હું પણ રોકાવું છું. મારો દીકરો પ્રાઇવેટ લોકર રાખીને કામ કરે છે જે બેઝમેન્ટમાં છે.'
પૂર્વ IPS આર એન સિંહનું કહેવું છે કે, મારો દીકરો લોકર ભાંડે આપે છે. જેમ બેંક આપે છે. તે બેંકથી વધુ સારી સુવિધા આપે છે. તેથી અમારા બે લોકર અંદર છે. હજું તપાસ ચાલુ છે. મોટાભાગનાં લોકર્સ ચેક થઇ ગયા છે. જે પણ મળ્યું છે તે તમામની તપાસ થઇ રહી છે. ઘરનાં કેટલાંક ઝવેરાત ટીમને મળ્યાં છે જેનાં સંપૂર્ણ દસ્તાવેજ અમારી પાસે છે.