Home » photogallery » ગુનો » મુંબઈનો હચમચાવી દેતો બનાવ: સગી બહેન પર દુષ્કર્મ ગુજારી હત્યા, હવસખોરોએ દાદીને પણ ન છોડી!

મુંબઈનો હચમચાવી દેતો બનાવ: સગી બહેન પર દુષ્કર્મ ગુજારી હત્યા, હવસખોરોએ દાદીને પણ ન છોડી!

16 વર્ષની સગીર બહેનને રક્ષાબંધનની ઉજવણી કરવા માટે બે ભાઈઓ મુંબઇથી મધ્યપ્રદેશના જબલપુર શહેર લાવ્યા હતા. જ્યાં 13 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી બંનેએ તેને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી.

विज्ञापन

 • 16

  મુંબઈનો હચમચાવી દેતો બનાવ: સગી બહેન પર દુષ્કર્મ ગુજારી હત્યા, હવસખોરોએ દાદીને પણ ન છોડી!

  જબલપુરમાં બે સગા ભાઈઓની શરમજનક કરતૂત સામે આવી છે, તેમણે પોતાની બહેન પર જ બળાત્કાર ગુજાર્યો હતો અને મરણતોલ માર માર્યો હતો. તેઓ આટલામાં જ અટક્યાં નહોતા, તેમણે તેમના દાદી સાથે પણ હેવાનિયત કરી હતી.

  MORE
  GALLERIES

 • 26

  મુંબઈનો હચમચાવી દેતો બનાવ: સગી બહેન પર દુષ્કર્મ ગુજારી હત્યા, હવસખોરોએ દાદીને પણ ન છોડી!

  આ મામલો રાંઝી પોલીસ સ્ટેશન વિસ્તારના સ્મશાન નજીકનો છે. જ્યાં રહેતા બે ભાઈઓએ મુંબઈની પિતરાઈ બહેન સાથે ગેંગરેપ કર્યો હતો અને પછી તેને એટલો માર માર્યો હતો કે, તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. મારમાર્યા બાદ બંને ભાઈઓ તેને સારવાર માટે મેડિકલ કોલેજમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પીડિતાના પિતાની ફરિયાદ પરથી રાંઝી પોલીસ મથકે બંને ભાઈઓ સામે હત્યા, બળાત્કાર અને પોસ્કો એક્ટનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી હતી. બીજો ભાઈ હજી ફરાર છે

  MORE
  GALLERIES

 • 36

  મુંબઈનો હચમચાવી દેતો બનાવ: સગી બહેન પર દુષ્કર્મ ગુજારી હત્યા, હવસખોરોએ દાદીને પણ ન છોડી!

  અહીં ઉલ્લેખનીય છે કે, 16 વર્ષની સગીર બહેનને રક્ષાબંધનની ઉજવણી કરવા માટે બે ભાઈઓ મુંબઇથી મધ્યપ્રદેશના જબલપુર શહેર લાવ્યા હતા. જ્યાં 13 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી બંનેએ તેને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ દરમિયાન બહેને પ્રતિકાર કરતાં તેને મરણતોલ માર માર્યો હતો. મારપીટ અને જબરદસ્તીના કારણે સગીરાની તબિયત લથડી હતી, જેથી તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

  MORE
  GALLERIES

 • 46

  મુંબઈનો હચમચાવી દેતો બનાવ: સગી બહેન પર દુષ્કર્મ ગુજારી હત્યા, હવસખોરોએ દાદીને પણ ન છોડી!

  હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. લાશનું પોસ્ટમોર્ટમ કરી પરિવારજનોના નિવેદન લેવાયા હતા, જ્યાં આઘાતજનક વિગતો સામે આવી હતી.

  MORE
  GALLERIES

 • 56

  મુંબઈનો હચમચાવી દેતો બનાવ: સગી બહેન પર દુષ્કર્મ ગુજારી હત્યા, હવસખોરોએ દાદીને પણ ન છોડી!

  પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, બંને ભાઈઓએ તેમની નાની બહેન પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેને માર માર્યો હતો, જેના કારણે બહેનનું મોત નીપજ્યું હતું. આ હૈવાન ભાઈઓએ પૌત્રી સાથે થયેલા ખોટા કૃત્યનો વિરોધ કરી રહેલી દાદી પર પણ બળાત્કાર ગુજાર્યો હતો અને ઘરેથી ભાગી ગયા હતા.

  MORE
  GALLERIES

 • 66

  મુંબઈનો હચમચાવી દેતો બનાવ: સગી બહેન પર દુષ્કર્મ ગુજારી હત્યા, હવસખોરોએ દાદીને પણ ન છોડી!

  પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેના ભાઈને શોધવા માટે તમામ સંભવિત સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ શરમજનક ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં સોંપો પડી ગયો છે. પિતરાઈ બહેન સાથે અમાનવીય કૃત્ય કરનાર બંને સગા ભાઈઓ પર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. પ્રતિકાત્મક તસવીર

  MORE
  GALLERIES