હાર્દિક પટેલ, અરવલ્લીઃ એક કહેવત છે કે " કોઈ પણ ક્રાઈમ ક્યારે પણ પરફેક્ટ નથી હોતું " આ વાક્યને અરવલ્લી પોલીસે (Arvalli police) સાચું સાબિત કરી બતાવ્યું છે. અને બાયડ (Bayad) તાલુકાના સાઠંબા નજીકથી મળેલ માતા-પુત્રના મૃતદેહનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. અમે માતા - પુત્રની હત્યાને (mother and son murder) અંજામ આપનાર હત્યારાઓને (murder accused caught) ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. મહિલાના પ્રેમી એ જ તેને અને તેના પુત્રને મોતને ઘાટ ઉતારતા આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.