મુકુંદ મોકરિયા, દેવભૂમી દ્વારકાઃ જર જમીન જોરું કહેવત છે કે હત્યા પાછળ આ ત્રણ શબ્દો જવાબદાર હોતા હોઈ છે. પરંતુ સામાન્ય બોલાચાલીમાં કોઈ હત્યા (murder) સુધી પહોંચે તો શું કહેવું. આવો જોઈએ દ્વારકાની (dwarka) એવી ઘટના જ્યાં હત્યારાઓએ એકનું ઢીમ ઢાળી દીધું હતું. આ ઘટના બની છે ખંભાળિયા તાલુકાના (khambhaliya) નાના અસોટા ગામે જ્યાં થોડા સમય પહેલા સામાન્ય બોલાચાલી ના મનદુઃખમાં ઝગડો (fight) થયો અને આ ઝગડામાં આખરે એકનું મોત થતા મામલો હત્યામાં ફેરવાયો હતો.
નાના આસોટા ગામે એકાંતનું જીવન જીવતા કરશન સગા આંબલિયા ઉ 47 વર્ષની ઢોર માર મારતા તેમનું મૌત થયું છે. તેમને હાથ પગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં તેઓએ દમ તોડ્યો હતો. સમગ્ર મામલાની મળતી માહિતી મુજબ નાના આસોટા ગામે મજૂરી કામ કરી જીવતા કરશન સગા આંબલિયા ગામમાં એકલવાયું જીવન વ્યતીત કરી રહ્યા હતા.
સામાન્ય બોલાચાલી મામલે આખરે હત્યાને અંજામ આપનાર બંને આરોપીઓ જેલમાં જિંદગી વ્યતીત તો કરશે પરંતુ ક્રોધ ક્યાં લઈ જાય છે અને એના પરિણામો પણ કેટલા ભયંકર આવે છે. તેનું ઉદાહરણ જોવા મળ્યું સામાન્ય બોલાચાલીએ આખરે પરિવારોના માળા વિખેરી નાખ્યા 45 વર્ષના કરશન આંબલિયાએ સામાન્ય બોલાચાલીમાં પોતાનો જીવ ગુમાવી દીધો અને હત્યારાઓ પણ હવે જેલમાં જિંદગી કાઢશે.
કહેવાય છે કે જર જમીન ને જોરું ત્રણેય કજિયા ના છોરું પણ કળયુગમાં માનવી હવે સામાન્ય બોલાચાલીમાં હત્યા સુધી પહોંચતા ખચકાતો નથી. આ હત્યાના બનાવના પગલે નાના એવા નાના આસોટા ગામમાં અરેરાટી વ્યાપી છે. નાના એવા ગામમાં હત્યાના બનાવને પગલે ભારે ચકચાર જાગી છે. ગામડાઓમાં બોલાચાલીમાં હત્યાના બનાવના પગલે ભારે ચર્ચા જાગી છે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.