આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠાના (Banaskantha news) શિહોરી ગામમાં આજે દિનદહાડે દાદી પૌત્રની (grand mother and son murder) હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. રહેણાંક મકાનમાં દાદી પૌત્ર ની નિર્મમ હત્યા કરી (murder case) અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા બનાવને પગલે શિહોરી પોલીસ (shihori police) સહિત ડોગ સ્કોડ (Dog scode) અને એફએસએલની ટીમ (FSL team) ઘટના સ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓનું પગેરુ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.
કાંકરેજ તાલુકાના શિહોરી ગામમાં રામજી મંદિર પાસે એક રહેણાંક મકાનમાં દાદી પૌત્ર ની હત્યા થઈ હોવાની ઘટના બની છે. મુકેશભાઈ સાધુ તેમની પત્ની સાથે સુરત નોકરી કરે છે અને તેમનો પુત્ર ધાર્મિક અને માતા સુશીલાબેન શિહોરી ખાતે રામજી મંદિર પાસે રહેતા હતા. તે દરમિયાન આજે મુકેશભાઈએ તેમની માતા અને પુત્ર ના ખબર અંતર પૂછવા માટે મોબાઈલ પર કોલ કર્યો હતો.