અસરફ ખાન, પાટણઃ ઉત્તર ગુજરાતમાં (North Gujarat) આવેલા પાટણમાં (Patan) આજે સોમવારે એક ચકચારી ઘટના બની હતી. અહીં એસપી ઓફિસ સંકુલમાં (SP Office campus) જ એક પિતાએ પોતાના ચાર સંતાનો સાથે ઝેરી દવા પી લીધી (father drunk poison with kids) હતી. જેના પગલે સમગ્ર સંકુલમાં દોડધામ મચી ગઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે આત્મહત્યાનો પ્રયત્ન કરનાર (suicide attempt) વ્યક્તિની પત્ની એક વર્ષ પહેલા અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી. જેના પગલે આ ચકચારી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઝેરી દવા પીવાના કારણે ચાર સંતાનો સહિત પિતાની તબિયત બગડતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.