અશરફખાન, પાટણઃ પાટણ જિલ્લાના (Patan) ચાણસ્મા પોલીસ (chanasma police raid) દ્વારા રેડમાં જુગાર રમતા બે આરોપીઓની (two accused arrested) અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લાવી હતી. જોકે, બે પૈકી એક આરોપીનું અચાનક મોત નીપજ્યું હતું. ત્યારબાદ આરોપીના મોતની જાણ પરિજનોને થતાં મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. અને હોબાળો મચાવ્યો હતો. જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટ (postmortem) માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. સાચું કારણ સામે ન આવે ત્યાં સુધી મૃતદેહ (Dead body) ન સ્વીકારવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે, પીએમ રીપોર્ટમ યુવકના મોતનું કારણ ટીબીનો ઉથલો મારવાનું સામે આવતાં પરિવારજનોએ યુવકનો મૃતહેદ સ્વીકારીને અંતિમ સંસ્કાર કર્યા હતા.
આરોપીના મોતની ઘટનાની જાણ પરિવાર જનોને થતા મોટી સંખ્યા માં પરિવાર જનો સહિત આગેવાનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યું હતું પરિવાર જનો આક્ષેપ કરી રહ્યા હતા કે યુવાન નું મોત પોલીસ દ્વારા માર મારવાથી થયું છે પરિવાર દ્વારા માંગ કરાઈ છે કે ઘટના ની તટસ્થ તપાસ થાય અને કસૂરવારો સામે કાર્યવાહી કરવામાં આવે અન્યથા જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતકની લાશ નહિ સ્વીકારે.
Dysp આર પી ઝાલા દ્વારા વધુ માહિતી આપતા જણાવ્યા હતું કે મૃતક નું પી એમ વિડિઓ ગ્રાફી સાથે કરવામાં આવશે સાથે પી એમ પેનલથી કરાવવા માટે ફોરેન્સિક મેડિકલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યો હતો. ત્યાં વીડિયોગ્રાફી સાથે મૃતકનું પી એમ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ કરાશે તેવું DYSP દ્વારા પરિવાર જનો ને બાંહેધરી આપી હતી.