અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ શહેરમાં (Rajkot city) વધુ એક વખત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પુત્રીનુ પ્રેમી દ્વારા બીજી વખત અપહરણ (kidnapping) કરવામાં આવે તે પહેલાં ભૂવા પાસે દાણા નંખાવી હત્યાનું કાવતરું રચ્યું હતું. ત્યારે કાવતરું રચ્યા બાદ ભૂવા સાથે મળી પુત્રીના પ્રેમીને રહેંસી (daughter boyfriend) નાખ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યા કરનારા પિતા એન ભૂવાને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસની તપાસમાં દિનેશ ઉર્ફે ભુવાજી મૂળ ચોટીલાના ગોલીડા આણંદપરનો વતની હોવાનું સામે આવ્યું છે. દિનેશ ઉર્ફે ભુવાજી રાજકોટની હુડકો ચોકડી પાસે આવેલ હંસરાજ નગર એનિમલ હોસ્ટેલ પાસે રહે છે. દિનેશ ઉર્ફે ભૂવાજીને સુરેશ ની પત્ની એ ભાઈ બનાવ્યો હોવાથી સુરેશ અને તેની પત્ની અવારનવાર દિનેશ ઉર્ફે ભુવાજી પાસે દાણા પણ જોવડાવતા હતા.
સમગ્ર મામલે ડીસીપી પ્રવિણકુમાર મીણા દ્વારા news18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસની પૂછપરછમાં આરોપીએ કેફિયત આપી છે કે, સુરેશની દીકરી 18 વર્ષ થતાં વિજય મેર ફરી તેને લઈને ભાગી જશે. ત્યારે વિજય ફરીથી દીકરીને લઈ ભાગી ન જાય તે માટે સવારના સમયે સુરેશ દિનેશ ઉર્ફે ભુવાજીના કહેવા મુજબ રેકી કરી હતી.
આઠ વાગ્યા બાદ જ તેનું મૃત્યુ થશે તેવું જણાવતાં સુરેશ અને દિનેશ ઉર્ફે ભુવાજી રાત્રિના 08:52 વાગ્યે હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ થાય છે કે સૌપ્રથમ દિનેશ ઉર્ફે ભૂવાજીએ ધારિયા વડે પ્રહાર કર્યો હતો. ત્યારબાદ પ્રેમિકાના પિતા એવા સુરેશે છરીના ઘા ઝીંકી માત્ર 35 સેકન્ડમાં જ યુવાનની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.