સાબિર ભાભોર, દાહોદઃ મંગળવારે દાહોદ જિલ્લાના (Dahod news) સંજેલીના (Sanjeli) ભાણપુરના (Bhanpur) જંગલમાંથી (jungle) અર્ધ બળેલ હાલતમાં કિશોરીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે સંજેલી પોલીસ મથકે (sanjeli police station) ફરિયાદ નોધાયા બાદ પોલીસે કિશોરીની ઓળખ કરતા મૃતક કિશોરી દાહોદ ની કૃતિકા બરંડા હોવાનું બહાર આવ્યું હતું. મૃતક કિશોરી દાહોદની સાયન્સ કોલેજમા બીએસસીનો અભ્યાસ કરતી હતી અને 22 નેવમ્બરના રોજ ઘરે પરત ન આવતા તેના પિતાએ શોધખોળ આદરી છતા પણ તેમની દીકરી ન મળતા દાહોદ ટાઉન પોલીસ (Dahod town police) મથકે ગુમ થયા અંગે અરજી આપી હતી.