આ કેસ ગયા જિલ્લાનાં મોહનપુર પ્રખંડનો છે. ગામનાં જ રહેવાસી યુવકને સગીરા સાથે પ્રેમ થઇ ગયો. તેમનાં વચ્ચે મેળ મેળાપ વધ્યો. ફોન પર વાતો થવા લાગી. થોડા દિવસમાં જ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાઇ ગયો. અને આ દરમિયાન યુવતી ગર્ભવતી થઇ ગઇ અને યુવકે તે બાદ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધુ. લગ્ન માટે ના પાડી દીધી. જોકે આ પહેલાં યુવકે યુવતીની માંગ ભરીને તેની સાથે ખોટા ખોટા લગ્ન કર્યા હતાં અને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. બીજી તરફ યુવતીએ એક બાળકને પણ જન્મ આપી દીધો.