મહેન્દ્ર અગ્રવાલ,અંબાજી: યાત્રાધામ અંબાજીથી (Ambaji news) નજીક આવેલા હડાદ પોલીસ સ્ટેશનમાં (Hadad police station) એક કથિત આરોપીએ ગળે ટુંપો ખાઈ આત્મહત્યા (accused suicide in police station) કરી લેતા સમગ્ર આદિવાસી વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જેને લઈ સવારથી જ મોડીરાત સુધી આદિવાસી લોકોનો (Tribal people) મોટો જમાવડોને વાતાવરણ તંગ પરિસ્થતિ વાળું જોવા મળ્યું હતું.
અંબાજીથી 18 કિલોમીટર દૂર આવેલા હડાદ પોલીસ સ્ટેશનમાં એક 18 વર્ષના યુવાને ગળે ફાંસો ખાઈ લેતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટના વહેલી સવારે ઘટી હતી પોલીસ કસ્ટડીમાં મરનાર યુવક પ્રકાશ ઉર્ફે ભાવેશ મેગળા ધ્રાંગી ઉંમર વર્ષ 18 રહે બોસા તાલુકો આબુરોડ રાજસ્થાન (Abu road, rajasthan) વાળાએ કોઈ અગમ્ય કારણો સર પોલીસ કસ્ટડીમાં જ પંખા સાથે શર્ટ બાંધી દોરડી વળે ગળે ફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી હતી. જેના સમાચાર વાયુ વેગે આદિવાસી પંથક માં ફેલાતા આદિવાસી લોકોના ટોળે ટોળા હડાદ પોલીસ સ્ટેશન આગળ ઉમટ્યા હતા અને ભારે તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી.
મરનાર યુવક પ્રકાશ ઉર્ફે ભાવેશ ધ્રાંગી ઉમર વર્ષ 18 તેમજ તેનો જોડીદાર વિપુલ ડાભી ઉમર વર્ષ 17 નાઓ ગત મોડી રાત સુધી હડાદ પંથક માં મોટર સાઇકલ ઉપર ફરી રહ્યા હતા અને પોલીસને પેટ્રોલિંગમાં જોઈ પોલીસના ડર થી ભાગવાની કોશિશ કરી હતી. ત્યાં આ બને મિત્રો બાઈક સાથે પટકાઈ જતા એકની અટકાયત કરાતા બીજો પણ પકડાઈ જવા પામ્યો હતો.
અને બંને ઉપર શંકાકુશંકા થતા પોલીસ આ બંનેને કથિત શકમંદ આરોપી જણાતા હડાદ પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલ અને તેમની અટકાયત પૂર્વે કોરોના ટેસ્ટ કરવાનો થતો હોઈ ધરપકડ બાકી રખાઈ હતી પણ સવારે વધુ તપાસ હાથ ધરાય તે પૂર્વે આ બને મિત્રોમાંથી એક મિત્ર પ્રકાશ ઉર્ફે ભાવેશ ધ્રાંગીએ વહેલી સવારમા જ લેડીઝ રૂમમા જ પંખા સાથે શર્ટ લટકાવી દોરી બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
જોકે આ સમય તેનો બીજો મિત્ર વિપુલ ડાભી તેજ રૂમમાં સુઈ રહેલ પણ પ્રકાશની આત્મહત્યા વાળી ગતિવિધિથી તે પણ સંપૂર્ણ અજાણ જ રહ્યો અને વિપુલ ડાભી જાગે તે પહેલા પ્રકાશ ધ્રાંગીની જીવન લીલા સંકેલાઇ ચુકી હતી. સવારે વિપુલ ડાભી જાગી પડતા પ્રકાશને લટકેલો મૃત હાલતમાં જોઈ તે પણ ભાંગી પડ્યો હતો અને તેને પણ ગળે ફાંસો ખાવાનો પ્રયાશ કર્યો હતો પણ હડાદ પોલીસ એ તેને બચાવી લીધો હતો.
જોકે આ સમગ્ર ઘટના હડાદ પોલીસ સ્ટેશનના લેડીઝ રૂમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા હતા અને તે જોતા CCTV કેમેરા ફૂટેજ જોતા પ્રકાશે વહેલી સવારે પોતાની જાતે ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જોવા મળ્યું હતું. તેનો જોડીદાર મિત્ર વિપુલ ડાભી પણ પોતાના મિત્ર ને મૃત હાલતમાં લટકેલો જોઈ તેને પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી હોવાનું જોવા મળ્યું હતું.
આ સમગ્ર ઘટના લઈ હડાદ પોલીસે આત્મહત્યા નો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરીને મૃતકના પોસ્ટમાર્ટમ માટે મૃતકના મૃતદેહને અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં પેનલ થી પોસ્ટમોટમ થાય તે માટે મોકલી આપેલ હતી જોકે આ સમગ્ર મામલે આદિવાસી લોકો દ્વારા પોલીસ સ્ટાફ ઉપર આક્ષેપ અને પ્રતિઆક્ષેપો થયા હતા ત્યારે આદિવાસી અગ્રણી લોકોને CCTV કેમેરાના ફૂટેજ બતાવી મરનારે જાતેજ આત્મહત્યા કરી હોવાનું પ્રદર્શિત કર્યું હતું એટલુજ નહી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટના ઉપસ્થિતીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી.