

સુરતના હજીરા ખાતે ત્રણ વર્ષીય માસુમ બળકી ઉપર દુષ્કર્મ થયાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. માસુમને લોહીલુહાણ અને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવને પગલે શહેર પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. (કિર્તેષ પટેલ, સુરત)


પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુરુવારે સાંજે હજીરા ખાતે ત્રણ વર્ષીય બાળકી ઘરના પાછળના ભાગે આવેલી ઝાડીમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. પીડિત બાળકીના ઘર પાસે રહેતા યુવાનના હાથમાં એક 12-13 વર્ષીય કિશોર આ બાળકીને છોડીને ભાગી ગયો હતો. કિશોરે આ યુવાનને એવી હકીકત આપી હતી કે, પોતે ઝાડી પાસેથી પસાર થઇ રહ્યો હતો તે સમયે આ બાળકીને તેને લોહીલુહાણ હાલતમાં દેખાઇ હતી. ત્યારબાદ પોતે તેણીને લઇને આવ્યો હતો.


આ બાળકી બપોરે ત્રણ વાગ્યાથી ગાયબ હોવાનું જાણવા મળે છે. પરિવારના સભ્યો તેણીની શોધખોળ કરી રહ્યાં હતા. દરમિયાનમાં સાંજે છ વાગ્યાના અરસામાં ઝાડીમાંથી મળી આવી હતી. પરપ્રાંતીય પરિવારની આ બાળકીને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયી હતી.


તબીબોએ જણાવ્યું હતું કે, બાળકી ગુપ્ત ભાગેથી લોહી નીકળી રહ્યું હતું. જ્યારે તેણીના શરીર ઉપર સ્પમ મળી આવ્યું હતું. બાળખી ગંભીર હાલતમાં જોતા તેણીને તાત્કાલિક વધુ સારવાર માટે ગાયનેક વિભાગમાં રિફર કરવામાં આવી હતી.


હજીરા પીઆઇ આર.આર. આહીરે જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇ તપાસ શરૂ કરી છે. હાલ, પીડિત બાળકીના પરિવારની પૂછપરછ ચાલી રહી છે. બનાવને પગલે ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજીની સાત ટીમ બનાવની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે બાળકીને છોડીને ભાગી જનાર કિશોરની દિશામાં તપાસ હાથધરી છે.