નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે. શનિવારે સાંજે ઈસ્ટાગ્રામ પોસ્ટ થકી ધોનીએ સંન્યાસની જાહેરાત કરી હતી. જોકે, તેઓ આઈપીએલમાં રમતા દેખાશે. માહીની પત્ની સાક્ષીએ શનિવારે બે ઈસ્ટાગ્રામ પોસ્ટ કરી હતી. જેમાં તેમણે 'મેજર મિસિંગ' લખ્યું હતું. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે સાક્ષીએ સત્તાવાર જાહેરાતના થોડા સમય પહેલા સન્યાસનો સંકેત આપ્યો હતો.