કિંગ્સ ઈલેવન પંજાબને પોતાના નવા ઘર ઈંદોરમાં રમવામાં આવેલ પહેલા મુકાબલામાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં યુવરાજ સિંહની બેટિંગ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. યુવરાજ 14 બોલમાં 14 રન બનાવી આઉટ થઈ ગયો હતો. જ્યારે, વિરોધી ટીમના કપ્તાન રોહિત શર્માએ 24 રનની અણનમ પારી રમી હતી. મેચના 19મા ઓવરમાં જીત મેળવ્યા બાદ રોહિત શર્માએ કૃણાલને ગળે લગાવી દીધો અને પથી યુવરાજ સિંહ પાસે હાથ મિલાવવા પહોંચ્યો. યુવરાજ સિંહે તુરંત રોહિત શર્માનું ગળુ પકડી લીધુ. મેદાનમાં આ નજારો જોઈ તમામ લોકો હેરાન થઈ ગયા. જોકે, બાદમાં સ્પષ્ટતા થઈ કે, યુવરાજ સિંહ અને રોહિત શર્મા વચ્ચે આ મજાકિયા મુડનો અંદાજ હતો.