આઈપીએલની 11મી સિઝનમાં શુક્રવારે ઈંદોરમાં રમવામાં આવેલ મુંબઈ ઈન્ડીયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મુકાબલો થયો હતો. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા આવેલ કિંગ્સ ઈલેવન પંજાબે 6 વિકેટના નુકશાને 174 રન બનાવ્યા. કે એલ રાહુલે 24 રનની શાનદાર પારી રમી. આ પારીમાં બે ચગ્ગા ફટકારનાર રાહુલનું નામ રેકોર્ડ બુકમાં નોંધવામાં આવ્યું. રાહુલે આ મેચમાં બે છગ્ગા ફટકાર્યા. જેમાંથી એક આઈપીએલ ઈતિહાસનો 7000મો છગ્ગો હતો. સાથે, આ મેચમાં સ્ટોઈનિસે હાર્દિક પંડ્યાની બોલિંગ પર આઈપીએલ 11મી સિઝનનો 500મો છગ્ગો ફટકાર્યો હતો.