2 વર્ષના પ્રતિબંધ બાદ આઈપીએલમાં વાપસી માટે ચેન્નાઈ સુપરકિંગ્સ પુરી રીતે તૈયાર છે. એમએસ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ બે વખત આઈપીએલ ચેમ્પિયન બની ચુકી છે અને હવે એકવાર ફરી તેનો ઈરોદો ચેમ્પિયન બનવાનો રહેશે. એવું સંભવ પણ છે કારણ કે, ચેન્નાઈ પાસે એકથી વધુ એક શાનદાર ખેલાડી છે. સુરેશ રૈના, ડ્રવેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, ફાફ ડુ પ્લેસિસ આ ટીમ સાથે જોડાયેલા છે. સાથે આ સિઝનમાં ચેન્નાઈના કેટલાક ખેલાડી ટી-20માં આ રેકોર્ડ બનાવી શકે છે.