હેડને સ્ટાર સ્પોર્ટ્સનો એક પ્રોમો શેર કરતા યુવરાજસિંહને ટેગ કર્યો હતો, જેમાં ભારતનો એક સમર્થક બે કપ લઈને ખુશીથી નાચી રહ્યો હતો. શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ચાહકો ઉદાસ થઈને તેને નિહાળી રહ્યા હતા. ત્યારે જ ઓસ્ટ્રેલિયાનો એક સમર્થક પાંચ કપ લઈને નાચતો નજરે પડે છે. તે ભારતીય પ્રશંસકોને તીરછી નજરે નિહાળે છે. તેની આવી હકતથી પાકિસ્તાન સહિત અન્ય ટીમના પ્રશંસકો પણ ખુશ થાય છે. આ વીડિયો શેર કરતા હેડને યુવરાજસિંહને ટેગ કરીને લખ્યું કે શું તેણે આ વીડિયો જોયો છે? 9 જૂનના રોજ મળીએ છીએ.