આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને બોલ્ડ કર્યા: તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો હતો જેમાં વાનખેડેમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન અર્જુન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને બોલ્ડ કરતો નજરે પડે છે. આ ઉપરાંત અર્જુન તેંડુલકર મહિલા વિશ્વ કપની ફાઇલન પહેલા તેની સામે બોલિંગ કરી ચુક્યો છે. 2015માં તે એક્ઝિબિશન મેચમાં બ્રાઇન લારાને આઉટ કરી ચુક્યો છે.
હેરિશ શિલ્ડથી ક્રિકેટમાં ડેબ્યૂઃ અર્જુન તેંડુલકરે 2011ના વર્ષમાં હેરિશ શિલ્પ ટૂર્નામેન્ટમાંથી ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ જ ટૂર્નામેન્ટમાં સચિન તેંડુલકરે વિનોદ કાંબલીએ 664 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, આ મેચમાં અર્જુન બેટ્સમેન તરીકે નિષ્ફળ રહ્યો હતો પરંતુ તેણે આઠ વિકેટ ઝડપીને તેની ટીમને વિજેતા બનાવી હતી.