1/ 4


લોકડાઉનના કારણે ખેલાહીઓ જીમમાં જઇ શકતા નથી. અને ઘરે જ ફિટનેસ ટ્રેનિંગ કરી રહ્યા છે. જેના વીડિયો તે અવાર નવાર સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરતા રહે છે. પણ હાલમાં જ ભારતના જાણીતા ક્રિકેટર સુરેશ રેનાની ચાર વર્ષીય પુત્રીએ કંઇક તેવું કર્યું કે જેનાથી બધા જ અચંભિત થઇ ગયા. ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina)ની પત્ની પ્રિયંકાએ હાલમાં પોતાની દીકરીની યોગ કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેને જોઇને લોકો હાલ તેના વખાણ કરી રહ્યા છે.
2/ 4


રૈના અને પ્રિયંકાના લગ્ન 2015માં થયા હતા હતા. અને ગ્રેસિયાનો જન્મ 2016માં થયો હતો. આ તમામ તસવીરોમાં ગ્રેસિયા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
3/ 4


ગ્રેસિયા આ વીડિયોમાં સૂર્યનમસ્કાર સમેત અન્ય યોગ કરતી નજરે પડી હતી. પ્રિયંકાનું કહેવું છે કે તેમની પુત્રી પણ પિતાની જેમ જ ફિટનેસની દિવાની છે.