ટીમ ઈન્ડીયાએ કોલંબોમાં રમવામાં આવેલ પાંચમી મેચમાં બાંગ્લાદેશને 17 રનથી હરાવી દીધી છે. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 3 વિકેટના નુકશાને 176 રન બનાવ્યા. જવાબમાં બાંગ્લાદેશી ટીમ 159 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. ટીમ ઈન્ડીયા આ મેચ જીતતાની સાથે ટ્રાઈ સીરિઝની ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ મેચ દરમ્યાન ટીમ ઈન્ડીયાએ કેટલાક રેકોર્ડ પણ બનાવ્યા.
ટીમ ઈન્ડીયાની જીત સાથે સાથે એક નાપસંદ રેકોર્ડ પણ બન્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે આ મેચમાં 50 રન આપ્યા. આ સાથે તે કરિયરનો પહેલો 3 ટી-20 મેચમાં સૌથી વધારે રન લૂંટાવનાર બોલર બની ગયો છે. સિરાજે પહેલી 3 ટી-20માં 148 રન આપ્યા છે. આ પહેલા નાપસંદ રેકોર્ડ એડમ મિલ્નેના નામે હતો, તેણે 3 ટી-20માં 130 રન આપ્યા હતા.