ઈશાન કિશને પોતાના નામે ઈતિહાસ નોંધાવ્યો છે. તેણે શનિવારે બાંગ્લાદેશની વિરુદ્ધ ત્રીજી વનડે (IND vs BAN)માં બેવડી સદી ફટકારી છે. તે હાલમાં 24 વર્ષનો છે. તે સૌથી નાની ઉંમર અને સૌથી ઓછીમાં આ કારનામો કરનારો ખેલાડી બની ગયો છે. તે 126 બોલમાં અહીં સુધી પહોંચ્યો છે. 23 ચોગ્ગા અને 9 છગ્ગા લગાવ્યા છે. ishan kishan (instagram)
આ અગાઉ ભારત તરફ પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંદુલકર, રોહિત શર્મા અને વિરેન્દ્ર સહેવાગ વન ડેમાં બેવડી સદી ફટકારી ચુક્યા છે. એટલે કે, ઈશાન આવો કરનારો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. ટીમ ઈંડિયા બાંગ્લાદેશ વિરુદ્ધ વન ડે સીરિઝમાં 0-2થી પાછળ છે, ત્યારે આવા સમયે ક્લિન સ્વીપથી બચવા માટે આ મેચમાં કોઈ પણ ભોગે જીતવી જોઈએ. ishan kishan (instagram)
ભારત તરફથી વન ડેની આ પ્રથમ ડબલ સદી 24 ફેબ્રુઆરી 2010ના રોજ સાઉથ આફ્રિકા વિરુદ્ધ સચિન તેંદુલકરે લગાવી હતી. તે 147 બોલ પર 200 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. 25 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા હતા. તે પછી વીરેન્દ્ર સહેવાગે 8 ડિસેમ્બર 2011ના રોજ વેસ્ટઈંડીઝ વિરુદ્ધ આવું કર્યું હતું. તેણે ઈન્દોરમાં રમાયેલી મેચમાં 149 બોલ પર 219 રન બનાવ્યા હતા. 25 સદી અને 7 અર્ધશતક લગાવ્યા હતા. ishan kishan (instagram)
ટીમ ઈંડિયાના હાલના કેપ્ટન રોહિત શર્મા વન઼ડેમાં 3 બેવડી શતક લગાવી ચુક્યા છે. તે આવું કરનારો દુનિયાનો એકમાત્ર ખેલાડી છે. તેણે પહેલી બેવડી સદી 2 નવેમ્બર 2013ના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ લગાવી હતી. બેંગલુરુમાં તેણે 158 બોલમાં 209 રન બનાવ્યા હતા. 12 ચોગ્ગા અને 16 છગ્ગા લગાવ્યા હતા. બાદમાં 13 નવેમ્બર 2014ને શ્રીલંકા વિરુદ્ધ 264 રન અને 13 ડિસેમ્બર 2017ના રોજ શ્રીલંકા વિરુદ્ધ અણનમ 208 રન બનાવ્યા હતા. તે વનડેમાં સૌથી વધારે ઈનિંગ્સ રમનારો બેટ્સમેન હતો. ishan kishan (instagram)
ઈશાન કિશન 131 બોલમાં 210 રન બનાવીને આઉટ થયો હતો. 24 ચોગ્ગા અને 10 છગ્ગા લગાવ્યા હતા. આ તેની ફક્ત 10મી વન ડે મેચ છે. આ વાત પરથી જ તેનો શાનદાર પ્રદર્શનનો અંદાજ લગાવી શકાય છે. ભારતીય ટીમે 36 ઓવરમાં 300 રન બનાવી લીધા છે. ત્યારે હવે આ ટીમ 450 રનના આંકડાને પહોંચી જાય તેવી શક્યતા છે. ishan kishan (instagram)