Home » photogallery » ક્રિકેટ » IND vs BAN: પૂજારામાં આ કોની આત્મા આવી ગઈ? આવું રૂપ તો ક્યારેય નહીં જોયું હોય, ધડાધડ ફટકારી દીધી સદી

IND vs BAN: પૂજારામાં આ કોની આત્મા આવી ગઈ? આવું રૂપ તો ક્યારેય નહીં જોયું હોય, ધડાધડ ફટકારી દીધી સદી

Cheteshwar Pujara Century: ચેતેશ્વર પૂજારાએ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. તે પોતાની સ્ટાઈલથી અલગ જ વિસ્ફોટ્ક ઇનિંગ રમીને સદી ફટકારી દીધી હતી.

विज्ञापन

  • 15

    IND vs BAN: પૂજારામાં આ કોની આત્મા આવી ગઈ? આવું રૂપ તો ક્યારેય નહીં જોયું હોય, ધડાધડ ફટકારી દીધી સદી

    બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે (IND VS BAN Test Match) પોતાની પકડ મજબૂત કરી લીધી છે. શુભમન ગિલે (Shubham Gill) આ ટેસ્ટના ત્રીજા દિવસે સદી ફટકારી હતી અને ત્યાર બાદ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)ની ઈનિંગે બધાને ચકિત કરી નાખ્યા હતા. પુજારાએ ઝડપી બેટિંગ કરી ટેસ્ટ કરિયરની 19મી સદી પૂરી (cheteshwar pujari hits fastest century in test cricket) કરી હતી.

    MORE
    GALLERIES

  • 25

    IND vs BAN: પૂજારામાં આ કોની આત્મા આવી ગઈ? આવું રૂપ તો ક્યારેય નહીં જોયું હોય, ધડાધડ ફટકારી દીધી સદી

    ભારતીય ટીમે લીડ મેળવ્યા બાદ બીજી ઈનિંગમાં સારી બેટિંગ કરી હતી. ભારતીય ટીમે 61 ઓવરમાં 258 રન બનાવીને ઈનિંગ ડિકલેર કરી હતી. હવે ટીમ ઈન્ડિયાએ જીતવા માટે 10 વિકેટ લેવી જરૂરી છે. જ્યારે બાંગ્લાદેશને 512 રન બનાવવાના રહેશે. પ્રથમ ઇનિંગમાં મેચના ત્રીજા દિવસે બાંગ્લાદેશને 150 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ગિલ અને પૂજારાએ સદી ફટકારી ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું. બીજી વિકેટ માટે પૂજારાએ ગિલ સાથે 113 રન કર્યા હતા અને ત્યારબાદ વિરાટ કોહલી સાથે 75 રનની ભાગીદારી કરી હતી.

    MORE
    GALLERIES

  • 35

    IND vs BAN: પૂજારામાં આ કોની આત્મા આવી ગઈ? આવું રૂપ તો ક્યારેય નહીં જોયું હોય, ધડાધડ ફટકારી દીધી સદી

    પુજારાના દમદાર સેન્ચુરી :બીજી ઈનિંગમાં પૂજારાની બેટિંગથી બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગિલ મેદાન પર હતો, ત્યારે પુજારાએ શાંતિથી બેટીંગ કરી હતી. 87 બોલ પર તેમણે 5 ચોગ્ગાની મદદથી પોતાની હાફ સેન્ચુરી પૂર્ણ કરી હતી. ગિલના આઉટ થયા બાદ કોહલી મેદાન પર ઉતર્યો હતો, ત્યારે પૂજારાએ ઈનિંગને વેગ આપી દીધો હતો. પુજારાએ અગાઉ 148 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. જેથી હવે ટેસ્ટ કારકિર્દીની ફાસ્ટેસ્ટ ટેસ્ટ સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે.

    MORE
    GALLERIES

  • 45

    IND vs BAN: પૂજારામાં આ કોની આત્મા આવી ગઈ? આવું રૂપ તો ક્યારેય નહીં જોયું હોય, ધડાધડ ફટકારી દીધી સદી

    પ્રથમ ઇનિંગમાં બનાવ્યા 90 રન: ભારત માટે મુશ્કેલ સમયમાં મેદાન પર ઉભા રહીને પુજારાએ પ્રથમ ઈનિંગમાં 90 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 11 ચોગ્ગા ફટકાર્યા હતા. પાંચમી વિકેટ માટે શ્રેયસ અય્યર સાથે 147 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા ઋષભ પંતે પણ 64 રન બનાવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 55

    IND vs BAN: પૂજારામાં આ કોની આત્મા આવી ગઈ? આવું રૂપ તો ક્યારેય નહીં જોયું હોય, ધડાધડ ફટકારી દીધી સદી

    પૂજારાએ ભારત માટે 97 ટેસ્ટ મેચ રમી છે, પરંતુ વનડેમાં તેને વધારે તક મળી નથી. તે અત્યાર સુધીમાં માત્ર પાંચ વન-ડે જ રમ્યો છે. આ દરમિયાન તેણે 39.23ની એવરેજથી 51 રન બનાવ્યા છે. વન ડેમાં પુજારાએ એક પણ સદી અને અડધી સદી ફટકારી નથી. આ સાથે જ પૂજારાએ હજુ સુધી ટી-20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી. જોકે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પુજારા જુદી-જુદી ટીમો તરફથી 30 મેચો રમ્યો છે.

    MORE
    GALLERIES