Shaheen Afridi Marriage Photos: પાકિસ્તાનના યુવા બોલર શાહીન આફ્રિદીએ 3 ફેબ્રુઆરી 2023એ પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીની દીકરી અંશા (Shaheen Afridi- Ansha Wedding) સાથે લગ્ન કર્યા છે. શાહીને વર્ષ 2021માં અંશા સાથે સગાઈ કરી હતી. લગ્ન પછી રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટીમના કેપ્ટન બાબર આઝમ સહિત ઘણાં ખેલાડીઓ હાજર રહ્યા હતા. પરંતુ લગ્ન એક દિવસ પછી એવું થયું કે જેના કારણે શાહીન આફ્રિદી ગુસ્સે ભરાઈ રહ્યો છે. આવો જાણીએ વધુ વિગતો..
શાહીન આફ્રિદી અને અંશા (Shaheen Afridi- Ansha Wedding) સાથે સગાઈ પછી લોકોએ સોશિયલ મીડિયા પર નવા કપલને શુભેચ્છાઓ પાઠવી છે. 22 વર્ષનો શાહીન આફ્રિદી આ સમયે ઘણો જ ખુશ છે. શાહીન આફ્રિદીનું કહેવું છે કે લોકોએ તેમની અંગતતાનું માન જાળવ્યું નથી. હાલના સમયમાં દુનિયાના નામના મેળવી ચૂકેલા ફાસ્ટ બોલર શાહીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. (twitter)
શાહીન આફ્રિદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે, "આ બહુ નિરાશાજનક છે કે વારંવાર વિનંતી કરવા છતાં અમારી અંગતતાને ઠેસ પહોંચાડવામાં આવી અને લોકોએ કશું વિચાર્યા વગર તસવીરો શેર કરી છે. હું ફરી નમ્રતાપૂર્વક અનુરોધ કરું છું કે પ્લાઝ અમારી અંગતતાનું માન રાખો અને અમારા યાદગાર દિવસને ખરાબ કરવાની કોશિશ ના કરો." (twitter)
શાહીનના લગ્નમાં તમામ સગાને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ પોતાના ફોન બંધ રાખે. સોશિયલ મીડિયા પર એન્ટ્રી ગેટ પર કરાયેલો નિર્દેશ વાયરલ થઈ રહ્યો છે. આ નિર્દેશમાં લખવામાં આવ્યું હતું કે તમે અમને મોટી ભેટ આપી શકો છો, તેઓ સૌ પોતાના ફોન મહેરબાની કરીને બંધ રાખો અને અમારી સાથે આ ખાસ પળનો આનંદ માણો. (Twitter)