

ભારતે 71 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ પર વિજય મેળવી રેકોર્ડ કર્યો છે. સાથે જ જ્યારે પણ ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ સીરિઝની વાત થશે ત્યારે વિરાટ સેનાને યાદ કરવામાં આવશે. એવી જ રીતે જેમ કે, અજીત વાડેકર, મંસૂર અલી ખાન પટોડી, સૌરભ ગાંગુલીને વિદેશમાં પોતાની પહેલી ટેસ્ટ સીરિઝ જીતવા માટે યાદ કરવામાં આવે છે.


મંસૂર અલી ખાન પટોડીએ 1968માં ભારતને ન્યૂઝીલેન્ડની ધરતી પર ચાર ટેસ્ટ મેચોની સીરિઝમાં 3-1થી જીત અપાવી હતી. સાથે જ તેઓ ભારતને વિદેશમાં સીરિઝ જીતાડનારા પહેલા કેપ્ટન હતા.


અજીત વાડેકરે ભારતને 1971માં ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડીઝમાં જીત અપાવી હતી. જ્યારે પણ આ બન્ને દેશોમાં ભારતની પહેલી સીરિઝ જીતવાની વાત આવે છે ત્યારે વાડેકરને યાદ કરવામાં આવે છે.


સૌરભ ગાંગુલીએ બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે અને પાકિસ્તાનમાં ટીમને પહેલી ટેસ્ટ સીરિઝ જીતાડી હતી. 2004માં બાંગ્લાદેશ અને પાકિસ્તાન અને 2005માં ઝિમ્બાબ્વેમાં સીરિઝ જીતી હતી. પાકિસ્તાનમાં ગાંગુલી સાથે ડ્રવિડે પણ કેપ્ટનશીપ કરી હતી. જેમાં 2-1થી વિજય મેળવ્યો હતો.