

નવી દિલ્હી : ભારતીય ઑપનિંગ બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan) વેસ્ટ ઈન્ડિઝ (West Indies)ની વિરુદ્ધ ટી20 સીરીઝથી બહાર થઈ ગયો છે. 6 ડિસેમ્બરે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India Vs West indies)ની વચ્ચે હૈદરાબાદમાં પહેલી મેચ રમાશે. માનવામાં આવી રહ્યું છે કે, સંજૂ સૈમસન (Sanju Samson)ને તેના સ્થાને સામેલ કરી શકાય છે. ધવનને સૈયદ મુશ્તાક અલી ટ્રૉફી (Syed Mushtaq Ali Trophy)માં મહારાષ્ટ્રની વિરુદ્ધ સુપર લીગ મેચમાં ઘૂંટણ પર ઈજા થઈ હતી. તેના ઘૂંટણ પર ટાંકા આવ્યા હતા.


તે સમયે ધવને જણાવ્યું હતું કે, તે 4-5 દિવસમાં પરત આવી જશે. બીજી તરફ, સંજૂ સૈમસનને વેસ્ટ ઈન્ડિઝ માટે પસંદ નહોતો કરવામાં આવ્યો. તેને બાંગ્લાદેશની વિરુદ્ધ ટી20માં પણ સ્થાન મળ્યું હતું, પરંતુ એક પણ મેચ રમવાની તક નહોતી મળી.


રન લેવા ડાઇવ લગાવતાં ઘૂંટણમાં થઈ ઈજા : 33 વર્ષના શિખર ધવનને રન લેતી વખતે ઈજા થઈ હતી. ડાઇવ દરમિયાન તેના બેટનો એક ટુકડાથી ઘૂંટણ ઉપર કાપો વાગી ગયો હતો, પરંતુ તે રમતો રહ્યો અને પેવેલિયન પરત ફરતી વખતે તેને કાપો થયો હોવાનો ખ્યાલ આવ્યો હતો. બાદમાં હૉસ્પિટલમાં ટાંકા લેવામાં આવ્યા હતા.


ખરાબ ફૉર્મમાં હતો ધવન : ધવનની ઈજા બાદ પસંદગી કમિટીના અધ્યક્ષ એમએસકે પ્રસાદે સોમવારે સુરતમાં નેશનલ ક્રિકેટ એકેડમીના ફિજિયો આશીષ કૌશિક સાથે વાત કરી હતી. મળતી જાણકારી મુજબ, કૌશિકે ધવનના સમયસર ફિટ ન થવાની જાણકારી આપી. ધવન હાલમાં ખરાબ ફૉર્મનો સામનો કરી રહ્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધની સીરીઝ બાદ સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં પણ તે નિષ્ફળ રહ્યો હતો. મહારાષ્ટ્રની વિરુદ્ધ તે 24 બોલમાં માત્ર 22 શરન કરી શક્યો હતો.


સંજૂ સૈમસની હકાલપટ્ટી પર સવાલ ઊભા થયા હતા : બીજી તરફ, સંજૂ સૈમસનને કોઈ મેચ રમાડ્યા વગર ટીમ ઈન્ડિયાથી બહાર કરાતાં અનેક લોકોએ સવાલ ઊઠાવ્યા હતા. કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરે પણ તેને બહાર કરવા પર નિરાશા વ્યક્ત કરી હીત. તેઓએ કહ્યુ હતું કે, કોઈ તક આપ્યા વગર સંજૂ સૈમસમનને બહાર કરવાથી ઘણા નિરાશ છે. 3 આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં તે પાણી પીવડાવવા માટે જતો અને પછી તેને બહાર કરી દીધો. તેઓ તેની બેટિંગનો ટેસ્ટ લઈ રહ્યા હતા કે દિલની?