

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝની પહેલી મેચ આજે કોટકમાં રમવામાં આવશે. મેચ પહેલા અભ્યાસ દરમ્યાન મેદાનની પીચ અને પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની આકર્ષણનું કેન્દ્ર રહ્યા.


છેલ્લા એક વર્ષથી આ મેદાનમાં કોઈ મેચ રમવામાં આવી નથી. ધોનીએ અહીં પહોંચી પીચની મુલાકાત લઈ તપાસ કરી. આ પહેલા રોહિત શર્મા અને રવિશાસ્ત્રીએ પણ પીજચની તપાસ કરી હતી.


આ મેદાનમાં 2015માં રમવામાં આવેલ એકમાત્ર ટી-20 મેચમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 92 રનમાં આઉટ થઈ ગઈ હતી.


આ મેચ બાદ આ મેદાનમાં કોઈ મેચ રમવામાં નથી આવી, એટલું જ નહીં આ સમય વચ્ચે આ મેદાનમાં કેટલીક ફૂટબોલ મેચના આયોજનથી કેટલીક વસ્તુ ખરાબ થઈ ગઈ છે. થોડાઅઠવાડીયા પહેલા આ પીચની તપાસ કરવામાં આવી હતી, ત્યારે ખબર પડી હતી કે આ પીચ ડબલ વલણવાળી છે. જેમાં એક બાજુ વધારે ઉછાળ મળે છે.


અધિકારીઓએ કહ્યું કે, 'અમારી પુરી કોશિસ રહી છે કે, બોલર અને બેટ્સમેન બંનેને આ પીચથી મદદ મળે, અને ઓછામાં ઓછા 180 રનનો સ્કોર બની શકે'. અહીં વધારે એવરેજ તો નહી મળે જેથી ચિંતા કરવાની જરૂર નથી.