

ભારતને પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપ આપનાર ભારતીય ક્રિકેટર કપિલ દેવની (Kapil Dev) એકમાત્ર દીકરી અમિયા દેવ વિષે ખૂબ જ ઓછા લોકો જાણે છે. તે ભણવા માટે અમેરિકા ગઇ હતી અને અહીં પણ તે હંમેશા લાઇમ લાઇટથી દૂર રહે છે. ઉલ્લેખનીય છે કે 1983માં ઇંગ્લેન્ડમાં કપિલ દેવની કેપ્ટનશીપ સાથે ટીમ ઇન્ડિયાને ઐતિહાસિક જીત મેળવી હતી. અને હવે આ પર રણવીર સિંહ (Raveer Singh)ની એક ફિલ્મ પણ આવી રહી છે. જેમાં કપિલ દેવની પુત્રી બોલિવૂડમાં પોતાનું ડેબ્યૂ આપશે.


અને આ માટે તેમણે બોલિવૂડનો સહારો લીધો છે. તે પોતાના પિતા કપિલ દેવના જીવન પર બનેલી ફિલ્મ 83થી પોતાનો બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. અને હાલ તે માટે તેણે બોલિવૂડના સફળ ડાયરેક્ટર કબીર ખાન સાથે કામ શરૂ કર્યું છે. આ ફિલ્મથી જ કબીર ખાન તેનું બોલિવૂડમાં ડેબ્યૂ કરાવશે.


ઉલ્લેખનીય છે કે ફિલ્મ 83નું શૂટિંગ પૂરુ થઇ ચૂક્યું છે. અને ફિલ્મ રિલિઝની તૈયારીમાં છે. કોરોના લોકડાઉન પહેલા ફિલ્મની રિલિઝ ડેટ પર બહાર આવી ગઇ હતી. પણ કોરોના વાયરસના કારણે હાલ તેને રિલિજિંગ ડેટને પાછી કરવામાં આવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યા છે. અને દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં તેમની સાથે છે. ઉલ્લેખનીય છે કે લગ્ન પછી રણવીર અને દીપિકાની પતિ પત્નીના રૂપમાં આ પહેલી સાથે ફિલ્મ છે.