

મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ સીઝન 12ની ખૂબ જ રોમાંચક ફાઇનલ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સને એક રનથી હરાવી દીધું. મુંબઈએ ચોથી વાર આઈપીએલ ટ્રોફી જીતી અને તેને 20 કરોડનું ઈનામ મળ્યું. (સાભાર-આઈપીએલ)


બોલ ટેમ્પરિંગ વિવાદના કારણે લાગેલા પ્રતિબંધના કારણે ગયા વર્ષે આઈપીએલથી બહાર રહેલા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે આઈપીએલની 12મી સીઝનમાં જોરદાર વાપસી કરી અને લીગમાં સૌથી વધુ રન ફટકારનારો બેટ્સમેન બન્યો. ડેવિડ વોર્નરને ઓરેન્જ કેપ મળી અને તેને 10 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું. વોર્નરે આ સીઝનમાં 12 મેચ રમી અને 69.20ની સરેરાશથી 692 રન કર્યા. તેમાં એક સદી અને આઠ અડધી સદીનો સમાવેશ થાય છે. (સાભાર-આઈપીએલ)


ઈમરાન તાહિરે સૌથી વધુ 26 વિકેટ લીધી, તે પર્પલ કેપનો વિજેતા રહ્યો. તેને 10 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું. (સાભાર-આઈપીએલ)


હાર્દિક પંડ્યાને સૌથી ઝડપી અડધી સદી ફટકારવા માટે એવોર્ડ મળ્યો, 10 લાખ રૂપિયા મળ્યા. 17 બોલમાં અડધી સદી ફટકારી હતી. (સાભાર-આઈપીએલ)


સૌથી વધુ 52 સિક્સર મારનારા આંદ્રે સસેલને સુપર સ્ટ્રાઇકરનો એવોર્ડ મળ્યો. રસેલને હૈરિયર કાર મળી. મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર પણ આંદ્રે રસેલ બન્યો. (સાભાર-આઈપીએલ)