

અમેરિકા અને ઓમાનને પહેલી વખત ઈન્ટરનેશનલ વન ડે ટીમનો દરજ્જો મળી ગયો છે. ICCએ બુધવારે આની સત્તાવાર જાહેરાત કરી હતી. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2ના મુકાબલામાં ઓમાને પોતાની ત્રણે અને અમેરિકાએ બે મેચમાં જીત નોંધાવી હતી. અમેરિકાની આ જીતમાં ભારતીય પ્લેયરનો હાથ છે.


આઈસીસીએ ઓમાન અને અમેરિકાને વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટનો દરજ્જો આપ્યા બાદ ટ્વીટર પર શુભકામના પણ પાઠવી છે. ICCએ અમેરિકાના કપ્તાન, ધ ફર્સ્ટ એવેન્જર્સના પોસ્ટરમાં એડિટ કરતા શુભકામના પાઠવી છે. આ સાથે જ ઓમાન ટીમનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શુભકામના પાઠવી છે.


તમને જણાવી દઈએ કે, અમેરિકાની ટીમના કપ્તાન તરીકે રમી રહેલા સૌરભ નેત્રાવલકર ભારતની અંડર-19 ટીમનો ભાગ રહી ચુકેલો છે.


આ 27 વર્ષિય ખેલાડીએ મુંબઈ માટે રણજી મેચ રમી છે. સાથે 2010માં થયેલા અંડર-19 વર્લ્ડકપમાં ભારત માટે રમતા તેણે ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કપ્તાન જો રૂટ અને પાકિસ્તાન ખેલાડી અહમદ શહનાઝની વિકેટ પણ લીધી હતી. એક સમય એવો પણ આવ્યો કે, જ્યારે સૌરભે ક્રિકેટ વિશે વિચારવાનું પણ બંધ કરી દીધુ હતું. તેણે ખુદ કહ્યું હતું કે, ક્રિકેટને પૂરા બે વર્ષ આપ્યા પરંતુ તે કઈં ખાસ કરી શક્યો ન હતો.