

હાલ કેટલાક મહિનાથી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલ (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma)ને ત્યાં નવા મહેમાનના આવવાની તૈયારીઓ વિષેની ખબરો આવી રહી છે. એક તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે જેમાં અનુષ્કા કોહલી બેબી બમ્પ સાથે નજરે પડી રહી છે. કોહલી અને અનુષ્કાએ 11 ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. ગત થોડા સમયથી અનુષ્કાએ નવી કોઇ ફિલ્મ સાઇન નથી કરી. ત્યારે લોકો અનુમાન લગાવી રહ્યા છે આ બધા પાછળ તેમને ત્યાં કોઇ નાનું મહેમાન આવવાનું છે તે વાત જવાબદાર છે.


હાલ બે ત્રણ દિવસથી અનુષ્કા શર્માની પ્રેગ્નેસીની તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે. જો કે જ્યારે આ તસવીરની સચ્ચાઇ જાણવાનો પ્રયાસ કર્યો તો ખબર પડી કે તે નકલી છે. અને તેને એડિટ કરવામાં આવી છે.


ખરેખરમાં આ ફોટો જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખનો છે. જ્યારે જેનિલિયા ગર્ભવર્તી હતી ત્યારે તેમણે આ ફોટોશૂટ સાથે મળીને કરાવ્યો હતો. જો કે કોઇએ આ તસવીરને એડિટ કરીને તેમના ચહેરાની ઉપર અનુષ્કા અને વિરાટની તસવીરો લગાવી દીધી છે.


ઉલ્લેખનીય છે કે ફિલ્મ ફેરના ઇન્ટરવ્યૂમાં અનુષ્કાએ પોતાના બાળકના પ્લાનિંગ મામલે કહ્યું હતું કે ખોટી ખોટી પ્રેગ્નેંસીની ખબરો તેને અચરજમાં મૂકી દે છે. અનુષ્કાએ કહ્યું કે હવે તમારા લગ્ન થઇ ગયા તો લોકો પુછવા લાગ્ય તમે પેટથી છો?