

કૌન બનેગા કરોડપતિ-10 હવે ગેમ તેનાં આગળનાં લેવલે પહોંચી ગયો છે. આ સિઝનની પહેલી કરોડપતિ અસમની બિનિતા જૈનનાં રૂપમાં મળી ગયા છે. હવે શો મેકર્સ અને દર્શકોને ઇન્તેઝાર છે સાત કરોડનાં ઇનામની રાશિ સુધી પહોચનારા કંટેસ્ટંટનો. પણ KBCની વાત શરૂ થાય છે તો ફક્ત ઇનામની રકમ સુધી જ નથી હોતી આ વાત.


ગત 17 વર્ષમાં સામાન્ય માણસનાં સપનાને પાંખ લગાવવા વાળો આ ગેમ શો એક શ્રદ્ધા બની ગયો છે. લોકો મક્કા, મદિના અને કાશી જવાની જેમ એક વખત KBCની હોટ સીટ પર પહોચવાનું સપનું પણ જુએ છે. કેટલીક એવી કહાની પણ સામે આવી છે જ્યાં લોકો 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ સુધી સતત પ્રયાસ કર્યા બાદ આ મંચ સુધી પહોંચે છે. જે નથી પહોંચતા તે ફરી પ્રાયસ કરે છે અને શ્રદ્ધા સાથે પ્રયાસ કરે છે.


પ્રયાસ એ છે કે હોટ સીટ સુધી પહોંચવાની તક મળી જાય. આશા એ નથી કે એક કરોડ રૂપિયા જીતે. પણ અમિતાભ બચ્ચનથી મળે અને એટલાં લાખ રૂપિયા તો જીતી જ લે જેનાંથી રસોથી અટકેલી તેમની જરૂરિયાત પૂર્ણ થઇ જાય. પણ પ્રશ્નો ઘણાં છે.. જેમ કે..


આ સવાલોથી દરેક સામાન્ય માણસે ઝઝુમવું પડે છે. જે આ મંચ સુધી પહોંચવા માંગે છે. આ સવાલોનાં ઘણાં પ્રકારનાં જવાબ છે. પણ ઘણાં રિસર્ચ બાદ સામે આવ્યું કે, KBCનાં મંચ સુધી પહોંચીને કરોડપતિ બનવાનો કોઇ હિટ ફોર્મ્યુલો નથી. પણ એક પ્રક્રિયા છે. જેનાંથી આપનાં સપનાંની નજીક જરૂર પહોંચી શકાય છે.


હવે આપ વિચારો કે, આપે દરરોજ શો દરમિયાન અમિતાભ બચ્ચન દ્વારા જાણાવવામાં આવતી પ્રક્રિયાનો તો હિસ્સો લઇ લીધો અને આપનું નામ પણ આવી ગયો. હવે સામે છે અસલી ક્વિઝી તૈયારી. એવામાં શું કરશો?


હાલમાં જ કરોડપતિ બનેલી બિનિતા જૈનની માનીયે તો, એક આખુ જીવન જોઇએ KBCની તૈયારીઓ માટે. કારણ કે ત્યાં કોઇપણ ક્ષેત્રથી કોઇપણ પ્રકારનો સવાલ પુછવામાં આવે છે. એવામાં ભણતરની સાથે દુનિયાદારીનો અનુભવ પણ ખુબજ કામ આવે છે.


KBCનાં મંચ પર આવીને સાત કરોડ રૂપિયાની ઇનામની ધનરાશિ જીતી ચુકેલા દિલ્હીનાં નરૂલા બ્રધર્સનું કહેવું છે કે, તેમની દસ વર્ષની મહેનતથી તેમને આટલી મોટી રકમ જીતવાની મદદ મળી. ગત વર્ષોમાં તેમણે નિયમિત રૂપથી ક્વિઝ બૂક્સ વાંચી અને ક્વિઝ શો જોયા. તેનાંથી KBCમાં પુછવામાં આવેલા અઘરા પ્રશ્નનો જવાબ આપવામાં તેમને મદદ મળી. પોતાની જીતનું રહસ્ય જણાવતા તેમણે જે બૂક્સનું નામ લીધુ તેમાં ડેરેક બ્રાયનની બૂક પણ શામેલ છે. અચિન અને સાર્થક નરુલાએ KBC સાથે જોડાયેલાં સ્પેશિયલ એપિસોડમાં ભાગ લિધો હતો.


આમ તો ભારતીય ટીવીનાં સૌથી પોપ્યુલર ક્વિઝ શો KBCને બનાવનારા સિદ્ધાર્થ બાસુએ પોતે પણ બુક લખી છે. જેનાથી KBC જીતવામાં મદદ મળી શકે છે. "Father of Indian television quizzing" નામની આ પ્રખ્યાત બૂક સિદ્ધાર્ત બસુએ KBCનાં નામથી ક્વિઝ બૂક લખી છે. આપ એમ માની શકો છો કે, આ બૂકને વાંચીને KBCમાં હિસ્સો લીધા પહેલાં લાઇવ KBC રમીને પ્રેક્ટિસ કરી શકાય છે. લાઇફ લાઇન અને ચારેય વિકલ્પ વાળા ફોર્મેટમાં જ આ બૂકનાં સવાલ જવાબ આપવામાં આવ્યો છે.


મનોહર પાંડેએ લખેલી બૂક 'જનરલ નોલેજ' પણ તમામ વિષયની તૈયારી કરવામાં સૌથી ઉત્તમ છએ. તે છ ભાગમાં છે. તેમાં હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટિકલ સાયન્સ, અર્થશાસ્ત્ર, જનરલ સાયન્સ અને જનરલ નોલેજ જેવા સેક્શન છે