

ભારતમાં 3 મે સુધી કોરોના વાયરસના પ્રકોપના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યો છે. ભારતની જેમ વિશ્વભરના અનેક દેશોમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગ્યા છે. જો કે બધાના મનમાં તે સવાલ ઊભો થઇ રહ્યો છે કે આ બધુ સામાન્ય ક્યારે થશે. જેના જવાબમાં યુએન જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસ કંઇક તેવું કહ્યું છે જે ચિંતામાં મૂકનારું છે. તેમણે કહ્યું આ બધુ આ વર્ષના અંત પહેલા તો સામાન્ય થાય તેમ લાગી નથી રહ્યું.


યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે યુએનની વીડિયો કોન્ફરન્સ મીટીંગમાં વધુમાં જણાવ્યું કે કે એક સલામત અને અસરદાર વેક્સિન એક માત્ર સાધન છે જેનાથી વિશ્વ પાછુ સામાન્ય થઇ શકે અને ટ્રિલયન ડોલરનો આ પર થતો ખર્ચો અટકી શકે.


વળી તેમણે વધુમાં કહ્યું કે વર્ષ 2020ના અંત સુધીમાં આ પ્રકારની રસી બની અને તે માટે વિવિધ સ્તર પર પ્રયાસો થાય તે પણ જરૂરી છે. તેમણે કહ્યું કે આ માટે સંયુક્ત રાષ્ટ્રને પણ નાણાંકિય મદદની જરૂર છે. અને આ પર લોકોને, વગદારોને અપીલ કરવા છતાં ખાલી આપણે 20 ટકા જેટલી જ રાશિ મેળવી ચૂક્યા છે.


ઉલ્લેખનીય છે કે ભારતીય વૈજ્ઞાનિકોનો પણ દાવો છે કે વેક્સિનેશન એ એકમાત્ર ઉપાય છે આ બિમારીનો. અને જ્યાં સુધી આ વેક્સિનેશન ન બની ત્યાં સુધી સોશિયલ ડિસ્ટસિંગ રાખવો જરૂરી બની જાય છે.