Gujarat coronavirus update: વિશ્વમાં ઓમિક્રોનના કેસોમાં (Omicron cases) વધારો થતો જાય છે ત્યારે ભારતમાં પણ ઓમિક્રોનનો ખૌફ એટલો જ રહેલો છે ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેસોમાં (omicron cases update) વધારો થતો જાય છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોની (Gujarat coronavirus updates) વાત કરીએ તો ગુજરાતમાં ગઈ કાલે 23 તારીખ ગુરુવારના કરતા આજે શુક્રવારે કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના (Gujarat coronavirus cases) નવા 98 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદ શહેરમાં 32 કેસ (ahmedabad coronavirus) નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં વધુ ત્રણ કોરોના દર્દીઓના મોત (corona patient) નીપજ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)
ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના વાયરસના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 32 કેસ, સુરત કોર્પોરેશનમાં 18 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 10 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 7 કેસ, કચ્છમાં 6 કેસ, વલસાડમાં 5 કેસ, ખેડામાં 3 કેસ, રાજકોટમાં 3 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, જૂનાગઢ કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા હતા. (પ્રતિકાત્મક તસવીર)