

ટેક્નોલૉજી ક્ષેત્રે દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટે (Microsoft)એ શુક્રવારે જાહેરાત કરી કે તે દુનિયાભરમાં પોતાના તમામ 83 રીટેલ સ્ટોરને હંમેશા માટે બંધ કરી છે. કંપની તરફથી જાહેર નિવેદનમાં કહ્યું કે હવે તેનું ફોકસ ઓનલાઇન સ્ટોર પર હશે. વળી તેમના તમામ રિટેલ સ્ટોર્સ બંધ રહેશે પણ ખાલી ચાર સ્ટોર્સ જ ખુલા રહેશે જેમાં હવે પ્રોડક્ટનું વેચાણ નહીં થાય. આ ચાર સ્ટોર્સને ઉપયોગ હવે ખાલી એક્સપેરિયન્સ સેન્ટર પર થશે.


સમગ્ર દુનિયામાં કોરોના સંક્રમણના કારણે ઓનલાઇન વેપારને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. કંપનીએ કહ્યું કે માર્ચ લોકડાઉન પછી તેના ઓનલાઇન વેચાણમાં સતત વધારો થયો છે. અને અમારી ટીમ ગ્રાહકોને રિટેલ સ્ટોર્સના કરતા વર્ચુઅલ રીતે સારી સેવા આપી રહી છે. કસ્ટમરને સુવિધા આપવા માટે ટ્રેનિંગ પણ આપવામાં આવશે.


કંપનીએ કહ્યું કે હાલની સ્થિતિમાં ડિઝિટલ સ્ટોર Microsoft.com પર ફોકસ કરશે અને તેમાં રોકાણ પણ કરશે. સાથે જ તે રીટેલ ટીમના લોકોને સેલ્સ અને સપોર્ટને લઇને ટ્રેનિંગ આપશે જેથી ગ્રાહકોને પહેલાની જેમ જ સારી સેવા મળતી રહે.


આ ટીમમાં હાજર લોકોને 120 વધુ ભાષાની જાણકારી હશે. જેથી દુનિયાના કોઇ પણ ખૂણેથી આવતા ગ્રાહકોની સમસ્યાનું સરળતાથી વાતચીતથી ઉકેલ લાવી શકાશે.


ઉલ્લેખનીય છે કે માઇક્રોસોફ્ટ Xbox અને Windows દ્વારા દર મહિને 190 દેશોના બજારમાં 1.2 અરબ લોકો સુધી પહોંચે છે. કંપનીના વાઇસ પ્રેસિડેંટ ડેવિડ પોર્ટરે કહ્યું કે કોરોના સંકટમાં ઓનલાઇન સેલ્સમાં તેજી જોવા મળી છે. અમારા પોર્ટફોલિયોમાં સૌથી વધુ ડિઝિટલ પ્રોડક્ટ્સ છે. અમારી ટીમે અદ્ઘભૂત કામ કર્યું છે અને ફિઝિકલ લોકેશન પર ન જવા છતાં કસ્ટમર્સ તરફથી કોઇ પણ પ્રકારની ફરિયાદ નથી આવી.