સુધીર જૈન, રતલામ. આ વર્ષે લગ્નના મુહૂર્ત (Wedding Muhurat) ઓછા છે. ઉપરથી કોરોના (Coronavirus) અને લૉકડાઉન (Lockdown)એ લગ્નો પર બ્રેક લગાવી દીધી છે. આ દરમિયાન રતલામ (Ratlam)માં સોમવારે થયેલા લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. અહીં વર-વધૂએ પીપીઇ કિટ (PPE Kit) પહેરીને સાત ફેરા લીધા. તે પણ સરકારી અધિકારીઓની હાજરીમાં.