કોરોનાના સંકટમાં કંપનીઓની સામે રોજ રોજ નવી નવી મુશ્કેલીઓ આવી રહી છે. પહેલા જ લોકડાઉનના કારણે પ્રોડક્શન બંધ છે. હવે તેમની પાસે આ કંપનીઓને ફરી શરૂ કરવા માટે શ્રમિકોની અછત છે. અંગ્રેજીના બિઝનેસ સમાચાર ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલી ખબર મુજબ કંસ્ટ્રક્શન, કંજ્યૂમર ગૂડ્સ અને ઇકોર્મસ સેક્ટર્સની કંપનીઓમાં આ સમસ્યા સાફ નજરે પડી રહી છે. મોટા મેન્યુફૈક્ચરિંગ સેક્ટર્સમાં પણ લોકડાઉન પૂરું થયા પછી કંપનીઓને કામકાજ શરૂ કરતા પહેલા આ પ્રકારની સમસ્યા આવવાની સંભાવના છે.
ઇટી છાપા મુજબ ઇ કોર્મ્સ ડિલિવરી અને વેયરહાઉસ સ્ટાફની સેલેરી પણ હવે 50-100 ટકા વધી ગઇ છે. સ્થિતિ સામાન્ય દેખાય છે પમ પણ પૂરી રીતે તેમાં સુધાર નથી આવ્યો. ફિલ્પકાર્ટ અને એમેઝોન 70-100 ટકા પગાર વધારાનો સામનો કરી રહ્યા છે. ત્યાં જ ગ્રોફર્સે કહ્યું કે તેણે 25-30 ટકા વધુ પેમન્ટ કરી છે. ઓનલાઇન ગ્રોસરી વહેંચતી કંપનીનો લોકડાઉન દરમિયાન વેપાર ચાલી રહ્યો છે. પણ ફ્લિપકાર્ટ અને એમેઝોનનો ગ્રોથ ત્યાં નો ત્યાં જ અટકીને ઊભો છે.
વળી સ્ટાફની અછતના કારણે અનેક કારખાનામાં ઓવરટાઇમ કરી રહેલા વર્કર્સને વધુ પેમેન્ટ આપી રહ્યા છે. પારલે પ્રોડક્ટ્સના સીનિયર કેટેગરી હેડ બી કૃષ્ણ રાવે ઇટીને કહ્યું કે મોટાભાગના મજૂરો પોતાના રાજ્યોમાં પાછા જતા રહ્યા છે. અને તે જલ્દી પાછા આવશે તેની કોઇ આશા નથી. જેથી લાગે છે કે આવનારી સ્થિતિ વધુ ખરાબ થશે. અમને કારખાનું ચલાવવા માટે અને સપ્લાય ચેન બનાવી રાખવા માટે વધુ ખર્ચો ઉઠાવવો પડશે પમ સામે માર્ઝિન ઓછો થઇ રહ્યો છે.