

યુરોપીયન દેશો, ઇરાન (Iran), અમેરિકા (India) અને હવે રશિયા (Russia)માં કોરોના સંક્રમણ (Coronavirus) નવા કેસ અને મૃત્યના મોટા આંકડા સામે આવી રહ્યા છે. આ વ્ચચે એક મોટો સવાલ સામે આવ્યો છે કે 130 કરોડની વસ્તી અને અન્ય દેશોના સાપેક્ષમાં વધુ ગીચ વસ્તી ધરાવવા છતાં ભારતમાં (India) મૃત્યુ આંકડો કેવી રીતે ઓછો છે. અને કેવી રીતે તે લોકો મૃત્યુ આંકને આટલા ઓછો રાખવામાં સફળ રહ્યા છે.


ભારતમાં કોરોના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં 31000 વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે 1000 વધુ લોકોની મોત થઇ ગઇ છે. તેમ છતાં વિદેશ મીડિયામાં ચર્ચા તે વાતની થઇ છે કે આંકડા અમેરિકા અને અન્ય દેશાના પ્રમાણમાં ઓછા કેવી રીતે છે. અને મોદીની તેવી તો કંઇ નીતી કામ કરી છે જ્યાં વિકાસશીલ બેકફૂટ સાબિત થઇ રહ્યા છે.


'130 કરોડની વસ્તીમાં 1000ની મોત' આ શીર્ષક સાથે CNN ઇન્ટરનેશનલમાં એક રિપોર્ટ રજૂ થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં તો કોરોના સંક્રમણ જંગલમાં ફેલાયેલી આગની જેમ ફેલાઇ જવો જોઇએ. પણ હજી સુધી જે થયું છે ચમત્કાર છે. ભારતમાં મોતનો આંકડ તેની વસ્તીની સામે પ્રતિ દસ લાખ 0.76 છે. જે બીજા દેશોની સામે ખૂબ જ ઓછો છે. અમેરિકામાં આ ક્રમાંક 175થી પણ વધુ છે. જ્યારે બેલ્જિયમમાં સૌથી વધુ 633 છે. આ રિપોર્ટ મુજબ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના કારણે લોકડાઉન લાગુ કરવામાં સરકારને બહુ વધારે મુશ્કેલી નથી આવી. પીએમ મોદીએ ખૂબ જ સરળતાથી દેશને 40 દિવસ માટે લોકડાઉન માટે રાજી કર્યા છે. જેની સીધી અસર સંક્રમણ પર જોવા મળી છે. જો કે જાણકારોનું માનવું છે કે ભારતે હજી ખુશી મનાવવાની જરૂર નથી. લોકડાઉન ખુલ્યા પછી મોદી સરકારની સાચી પરીક્ષા શરૂ થશે.


'ધ મિસ્ટ્રી ઓફ લો Covid 19 ડેથ' BBCમાં છપાયેલી ખબર મુજબ ઇન્ડિયન-અમેરિકા ફિજિશિયન સિદ્ધાર્થ મુખર્જી કહે છે કે સાચું કહું તો મને શું દુનિયાના કોઇને પણ નથી ખબર પડતી કે ભારતે આને કેવી રીતે કંટ્રોલ કર્યું છે. આ ખાલી એક રહસ્ય છે. જો કે ટેસ્ટ ઓછા થઇ રહ્યા છે માટે આ મામલે કેસ ઓછા સામે આવી રહ્યા છે. પણ મોતને સામે ન લાવવી તેને કેવી રીતે કંટ્રોલ કરી તે મોટો સવાલ છે. યુનિવર્સિટી ઓફ ટોરંટોના પ્રોફેસર પ્રભાત ઝાએ કહ્યું કે બાકી દેશોની જેમ ભારતમાં પણ મિસિંગ ડેથના મામલા સામે આવશે. ભારતમાં મોટાભાગે મોત ઘરે જ થાય છે. એટલે હોસ્પિટલના આંકડા માનવા ભૂલ છે. જો કે તેમણે કહ્યું મોદી સરકાર સારું કામ કરી રહી છે. પણ અપેક્ષા પણ વધી રહી છે.


જો કે તેવું નથી કે બધે જ વખાણ થાય છે. પાકિસ્તાની મીડિયાની વાત કરીએ તો તેમણે ભારતની નીતિઓની આલોચના કરી છે. ડૉનમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંભાવના છે કે મોદી સરકાર કોરોના સંક્રમણના સાચા આંકડા દુનિયાથી છુપાઇ રહી હોય. અને આ પાછળ ઓછો ટેસ્ટનો તર્ક પણ આપવામાં આવ્યો છે. પાકિસ્તાની છાપામાં સતત ભારતમાં લોકડાઉનના કારણે ગરીબ લોકો સામે પડી રહેલી મુશ્કેલીઓની ખબરો પ્રકાશિત થઇ રહી છે. આ સિવાય પાકિસ્તાન સતત આંતરાષ્ટ્રીય મંચો પર ભારતમાં મુસલમાનો સાથે ભેદભાવ કરવાનો આરોપ પણ લગાવી રહ્યો છે. અલ ઝઝીરામાં પણ લોકડાઉનના કારણે બેરોજગાર થયેલા લોકો અને મુંબઇના માછીમારો સંબંધિત સ્ટોરી રજૂ થઇ છે.