

કોરોના સંક્રમણ (Coronavirus Pandemic) થી સામાન્ય માણસને બચાવવા માટે રોજ નવા નવા ઇનોવેશન થઇ રહ્યા છે. આ કડીમાં કેરળ સરકારે (Goverment of Kerala)ની એક કંપની કેરલ સ્ટેટ ક્વૉયર કૉપરેશન (KSCC-Kerala State Coir Corporation)થી જોડાયેલી છે. KSCCએ નારિયળથી જાટથી શેતરંજી (ક્વૉયર મેટ્સ) બનાવી છે. જેમાં સેનેટાઇજેશનની સુવિધા છે. આ ખાસિયતના કારણે તે ચંપલના કારણે ઘરમાં (Anti-Covid Health Plus Mats) કોરોને આપતો રોકવામાં સક્ષમ છે તેવો દાવો કંપનીએ કર્યો છે. આનાથી કોવિડ 19થી લોકોને સુરક્ષા મળશે અને બીજી તરફ મંદ પડેલી અર્થવ્યવસ્થામાં વેપારી સંકટથી રાહત મળશે. તેને એન્ડી કોવિડ હેલ્થ પ્લસ મેટ્રેસ નામ આપવામાં આવ્યું છે.


કેરળના નાણાં મંત્રી થૉમસ આઇજૈક (Finance Minister of Kerala, TM Thomas Issac) મુજબ, કોવિડ 19ના કારણે નારિયળના જ્યૂટમાંથી બનાવેલા ઉત્પાદનોની ઘરેલી અને આંતરાષ્ટ્રીય બજારોમાં માંગ ખૂબ જ ઓછી થઇ ગઇ છે. માટે આનું વેચાણ વધારવા માટે આ નવા આઇડિયા પર કામ શરૂ કરવામાં આવ્યું છે. જેની કિંમત 200 રૂપિયા છે.


આઇજૈકએ કહ્યું કે નાણાંકીય વર્ષ 2020માં રાજ્યમાં ક્વૉયર પ્રોડક્શન લગભગ ત્રણ ગણું વધી 20 હજાર ટન થયું છે. ઉલ્લેખનીય છએ કે કેરળ ફાઇબરની જરૂરિયાતો માટે પડોશી રાજ્ય તમિલનાડુ પર નિર્ભર છે, પણ હાલ ત્યાં લોકડાઉન લાગ્યું છે.


અંગ્રેજી છાપા હિંદુ બિઝનેસલાઇનની ખબર મુજબ નેશનલ ક્વૉયર રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (NCRMI) અને શ્રીચિત્રા તિરુનલ ઇન્ટીટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ નારિયળની આ નવી શેતરંદી વિકસિત કરી છે. આ માટે તે લોકો ગત દોઢ મહિનાથી કામ કરી રહ્યા હતા. આ શેતરંજી કે દરીની અંદર જ સેનિટાઇજિંદ સોલ્યુંશન છે. માટે જ્યારે તમે તેની પર ચંપલ રગડશો અને ઘરની અંદર આવશો કોરોના ચંપલના માધ્યથી તમારા ઘરમાં નહીં પ્રવેશી શકે. આ શેતરંજીની વેચાણ એક કિટ સાથે થશે જેમાં ટ્રે અને સેનિટાઇઝર પણ રહેલું હશે.


આઇજૈકે કહ્યું કંપની આ નવી શેતરંજીને અલાપૂઝામાં ફિલ્ડ ટ્રાયલ કરશે અને જુલાઇથી તેનું વેચાણ શરૂ કરવામાં આવશે. પહેલી ચરણમાં તેની એન્ટી કોવિડ હેલ્થ પ્લસ ચટાઇ દરેક પંચાયત, નગર નિકાય અને સંબંધિત સંસ્થાઓમાં આપવામાં આવશે. બીજા ચરણમાં તેને સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે.