

કર્ણાટક (Karnataka)ના પહાડી જિલ્લા શિમોગામાં એક ખેડૂત 3 રૂપિયા અને 46 પૈસાની લોન ચૂકવવા માટે 15 કિલોમીટર પગપાળા ચાલ્યો. આ ઘટના શુક્રવારની છે. જ્યારે પશ્ચિમ ઘાટના જંગલોના બરુવે ગામમાં રહેતા ખેડૂત આમદે લક્ષ્મીનારાયણની પાસે શહેરની કેનરા બેંકની શાખાની ફોન આવ્યો. બેંકે ખેડૂતને તરત જ લોન ચૂકવવાનું કહ્યું. લોનની રાશિ શું છે તેની ચૂકવવાની છેલ્લી તારીખ શું છે તે અંગે બેંકે કોઇ જાણકારી ખેડૂતને ના આપી.


બેંકની તરફથી ફોન આવ્યા પછી ખેડૂતો એટલો ડરી ગયો કે શહેર તરફ નીકળી ગયો. કોરોના લોકડાઉનના કારણે લક્ષ્મીનારાયણને ગામથી બેંક સુધી પહોંચવા માટે કોઇ બસ પણ ના મળી. જેના કારણે તે 15 કિલોમીટર સુધી પગપાળા ચાલીને બેંક પહોંચ્યો. જ્યારે અધિકારીઓએ તેને જણાવ્યું કે તેની લોનના ખાલી 3 રૂપિયા અને 46 પૈસા જ બાકી બોલે છે. જે પછી ખેડૂતે તે રાશિની પણ ચૂકવણી કરી લીધી.


ખેડૂતે જણાવ્યું કે તેને 35 હજાર રૂપિયાની એગ્રીકલ્ચર લોન લીધી હતી. આ લોનમાંથી 32 બજાર રૂપિયા સરકાર દ્વારા માફ કરવામાં આવ્યા હતા. અને કેટલાક મહિના પહેલા ખેડૂતે 3 હજાર રૂપિયા પણ ચૂકવી દીધા હતા. તેણે કહ્યું કે મને બેંકથી ફોન આવ્યો કે તરત લોન ક્લિયર કરો. તો હું ડરી ગયો.


લોકડાઉનના કારણે મને કોઇ બસ સેવા પણ ના મળી. મારી પાસે કોઇ વહાન પણ નહતું. સાઇકલ પણ નહતી. માટે હું પગપાળા જ બેંક તરફ જવા નીકળી ગયો. જ્યારે હું અહીં પહોંચ્યો તો મને ખબર પડી કે મારી ખાલી 3 હજાર રૂપિયા 46 પૈસા જ ચૂકવવાના હતા. તેણે કહ્યું કે બેંક પહોંચીને મને મોટો ઝટકો લાગ્યો.