નવી દિલ્હી : આઈપીએલમાં (IPL)કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab)તરફથી રમનાર વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેઇલ (Chris Gayle)નો કોરોના વાયરસનો (Coronavirus)ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગેઈલ યુસેન બોલ્ટની જન્મ દિવસ પાર્ટીમાં સામેલ થયો હતો. બોલ્ટનો (Usain Bolt)રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સ્ટાર એથ્લેટ યુસેન બોલ્ટે મહેમાનો સાથે પોતાના જન્મ દિવસ પ્રસંગે એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. બોલ્ટે પાર્ટી પછી કોરોના રિપોર્ટની તપાસ કરાવી હતી, જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બોલ્ટની પાર્ટીમાં ક્રિકેટર ક્રિસ ગેઈલ સિવાય ફૂટબોલર રહીમ સ્ટર્લિંગ અને લિયોન બેલી સામેલ હતા. જોકે બોલ્ટ પુરી રીતે ઠીક થઈ ગયો છે અને હાલ સેલ્ફ ઓઇસોલેશન પર છે.